ગાંધીના ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો રાજસ્થાન,હરિયાણા,પંજાબમાંથી મોટા પ્રમાણમાં ઉત્તર ગુજરાતની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઠાલવવા અધીરા બન્યા છે થર્ટી ફર્સ્ટમાં વિદેશી દારૂની માંગ માં વધારો થવાની સાથે દારૂની કિંમતમાં નોંધપાત્ર વધારો થતા બુટલેગરો દારૂનો વેપલો કરી ખિસ્સા ભરવા મરણીયા બન્યા છે
અરવલ્લી SP શૈફાલી બારવાલે જીલ્લાના માર્ગ પરથી દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા શખ્ત સૂચના આપી છે જીલ્લા એલસીબીએ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી ઓડ ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર અને પાયલોટિંગ કરતી બાઈકને ઝડપી પાડી હતી પોલીસ જોઈ બંને બુટલેગરો ફરાર થઇ જતા 3.32 લાખના દારૂ સહીત 11.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસને અંધારામાં રાખી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર નું બાઈક પર પાયલોટિંગ થઇ રહ્યું હોવાનું અને વસોયા ગામ તરફ પસાર થવાની બાતમી મળતા એલસીબી પોલીસે ઓડ ગામની સીમમાં વસોયા તરફથી આવતા રોડ પર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી પાયલોટિંગ કરતી બાઈક સાથે દારૂ ભરેલી ક્રેટા કાર આવતા પોલીસે બેટરી મારી ઉભી રાખવાનો પ્રયત્ન કરતા બાઈક અને કાર બંને રિવર્સ લઇ ભાગવા જતા રસ્તો સાંકળો હોવાથી ફસાતા બાઈક પર પાયલોટિંગ કરતો અને કાર ચાલક બુટલેગર બંને અંધારામાં ફરાર થઈ જતા પોલીસે કારમાંથી 3.32 લાખનો દારૂ અને કાર તેમજ બાઈક મળી રૂ.11.62 લાખનો મુદ્દામાંક જપ્ત કરી ફરાર બુટલેગરો સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધાવી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી