
(મેરા ગુજરાત- શહેરા)
મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતીમાં રહેતા દેવીદાસના પુત્રને કરંટ લાગતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. શરીરે દાઝી ગયો હોવાથી તબીબે પણ છોકરો જીવે તેવી આશા છોડી દીધી હતી.આથી પરિવાર ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો.દેવીદાસ પોતે માતા વૈષ્ણોદેવીના પરમ ભકત હોવાથી તેઓ ભારે શ્રધ્ધા ધરાવતા હતા.આથી તેમને એક પોતાનો છોકરો બચી જાય તે માટે માનતા રાખી કે મારો છોકરો જીવી જાય તો હું અમરાવતીથી વૈષ્ણોદેવી સુધી દંડવત આળોટતો આળોટતો આવીશ.આ માનતાનો જાણે ચમત્કાર થયો.આખરે છોકરો જીવી ગયો.અને પોતાની માનતા પુરી કરવા દેવીદાસે શરુ કરી કઠીન દંડવત યાત્રા.અમરાવતીથી શરુ કરેલી તેમની પદયાત્રા શહેરા ખાતે આવી પહોચી હતી.

માણસ બધી જગ્યાએથી હારી જાય છે.ત્યારે ભગવાન જે તેનો આશરો હોય છે,ભગવાન પણ તેના પર વિશ્વાસ કરનારાને ક્યારેય પણ નિરાશ થવા દેતો નથી.આવુ જ કઈ થયુ મહારાષ્ટ્રના અમરાવતીના દેવીદાસ સાથે.તેમનો 10 વર્ષનો પુત્ર કરંટ લાગવાથી ગંભીર રીતે દાઝી ગયો.તેને હોસ્પિટલ લઈ જવામા આવ્યો અને પછી ત્યા હાજર તબીબે પણ ના પાડી દીધી કે હવે તેને અમે નહી બચાવી શકીએ.તમે ભગવાનને પ્રાર્થના કરો.માતા વૈષ્ણોદેવીના ભક્ત એવા દેવીદાસે માનતા રાખીને મારો દિકરાને બચાવી લે તો હુ યાત્રાધામ વૈષ્ણોદેવી ખાતે દંડવત આળોડતો આવીશ.આ માનતાએ જાણે ચમત્કાર સર્જ્યો.અને ઓપરેશન બાદ દિકરો બચી ગયો. આથી પોતાની માનતા પુરી કરવા તેમને 1697 કિમીની આળોટતા આળોટતા પદયાત્રા આરંભી હતી.મહારાષ્ટ્રથી શરૂ કરેલી પદયાત્રા શહેરા ખાતે આવી પહોચી હતી.

દેવીદાસે જણાવ્યુ હતુ કે આ મારી બીજી યાત્રા છે. 2019માં પણ હુ મારા બે બાળકોને લઈને વૈષ્ણોદેવી સુધી ગયો હતો.રસ્તામાં ઘણા લોકો અમને મદદ કરી દે છે.ગોધરામાં પત્રકારોએ અમને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. મારી સાથે માતાજીનો હંમેશા સાથ હોય છે. એવુ મને લાગે છે કારણ કે મને થાક લાગતો નથી. આજ સુધી મને દવાખાને જઈ કોઈ દવા પણ લેવાની જરુર પડી નથી.હા કપડા ફાટી જાય છે. પણ ઘણા લોકો મને મદદ કરી દે છે. મારી સાથે મારા પડોશી રાજેન્દ્રભાઈ પણ આવ્યા છે. તેઓ રાજસ્થાન,પંજાબ,હરિયાણા સહિતના જમ્મુ કાશ્મીરમા આવેલા વૈષ્ણોદેવી પહોચશે.પોતાની વાત સમાપ્ત કરીને તેઓ લુણાવાડા તરફ આગળ વધ્યા હતા






