18.9 C
Ahmedabad
Monday, February 10, 2025

bitcoin કરન્સીના નામે છેતરપિંડીનો ભોગ બન્યો યુવક : મોડાસા – હિંમતનગર હાઇવેના ગ્રામ્ય વિસ્તારના યુવકના 6 લાખ રૂપિયા ડૂબ્યા


અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરેની કહેવત અનુસાર અનેક લેભાગુ કંપનીઓ અને એન્ટરપ્રાઇઝ સક્રિય
લેભાગુ કંપનીઓના એજન્ટ પણ કંપીનાના ડિરેક્ટર (બોસ)નો લોકોને કઈ રીતે લૂંટવા તેનો માસ્ટર પ્લાન જાણી જતા ઠેર ઠેર દુકાનો ખોલી નાખી
ક્રિપ્ટો કરન્સી, ડોલર, બીટ કોઈન અને શેર માર્કેટમાં રોકાણ કરી વળતર આપતા હોવાનું રોકાણકારોને ઉલ્ટા ચશ્માં પહેરાવી ખંખેરી રહ્યા છે
Mera Gujarat સાતત્ય ભર્યું પત્રકારત્વ કોઈ કંપની કે વ્યક્તિગત નુકસાન માટે કરતુ નથી..ઇન્વેસ્ટિગેશન પત્રકારત્વ યથાવત રહેશે
બીટકોઈન રોકાણના નામે 6 લાખ રૂપિયા ગુમાવનાર યુવકે Mera Gujarat નો સંપર્ક કરી આપવીતી જણાવી

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં રોકાણકારોને એક કા તીન કરી આપતી અનેક કંપનીઓ અને સ્કીમ કોરોના સંક્રમણની માફક વધી રહી છે સરકાર પણ આવી લેભાગુ કંપનીઓ સામે લાચારી અનુભવતી હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી ન હોવાથી લેભાગુ તત્ત્વોને છુટ્ટોદોર મળી ગયો છે મોડાસા શહેરમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી 48 થી 60 ટકા વાર્ષિક વ્યાજની લાલચ આપી રોકાણકારોને લલચાવી રૂપિયા કરોડો રૂપિયા ઉસેટી લઈ રાતોરાત પાટીયા પાડી રફુચક્કર થઇ જતા અનેક લોકોના રૂપિયા ડૂબી ગયા છે હજુ પણ લાલચુ રોકાણકારો કંપની પૈસા પરત કરશેની લાલચમાં કે પછી ઈન્કમટેક્સ વિભાગના ડરે બોલવા તૈયાર નથી

Advertisement

Advertisement

મોડાસા-હિંમતનગર રોડ પર આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકને તેના ધંધાના કામકાજ અર્થે મોડાસા શહેરના સાયરા પંથકના બીટ કોઈનના નામે રોકાણ કરાવતી લેભાગુ કંપનીના મોટા કમિશનની લાલચમાં એજન્ટ બનેલા યુવક સાથે રહેતા મિત્રતા થતા કંપનીની ભ્રામક વાતો કરી મસમોટા દિવાસ્વપ્ન બતાવી મિત્ર યુવકને મિત્રતા પર વિશ્વાસ રાખવા અને પૈસા પર વળતર ન મળે કે રૂપિયા ફસાઈ જાય તો હું પરત આપી દઈશ કહી સંપૂર્ણ ભરોષો અપાવી મૂડી રોકાણ પર દર મહિને 5 ટકા અને વાર્ષિક 60 ટકા વળતર આપવાની વાત કરી પહેલા 1 લાખ રૂપિયા રોકાણ કરાવી 25 હજાર જેટલું વ્યાજની ચુકવણી કરતા યુવકને વધુ લાલચ લાગતા તેના ધંધાના 6 લાખ રૂપિયા રોકાણ કરી દીધાના ટૂંક સમયમાં કંપનીએ બોરી બિસ્તરા ભરી લેતા યુવકના પૈસા ફસાઈ જતા યુવક બેબાકળો બની એજન્ટનો સંપર્ક કરતા એજન્ટે હાથ અધ્ધર કરી લેવાની સાથે થાય તે કરી લે કહેતા યુવક ડઘાઈ ગયો છે યુવકે તેના ધંધામાંથી પાઇ પાઇ કરી એકઠા કરેલ 6 લાખ રૂપિયા ફસાઈ જતા યુવક પર આભ તૂટી પડ્યું છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!