asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

સાબરકાંઠા : હિંમતનગર RTO સર્કલ પાસે ટ્રેક્ટરે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક ગંભીર ઈજાગ્રસ્ત આઇસીયુ માં ખસેડાયા


યમદૂત બનીનેને આવેલા નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસ અને નેત્રમના લગાવેલ કેમેરા નિષ્ફળ

Advertisement

ખાણ ખણીજ રોયલ્ટીની ચોરી કરીને ભાગતા રેતીના ટ્રેક્ટરના ચાલકો બેફામ હંકારી અકસ્માતમાં નિર્દોષ વાહનચાલકોનો ભોગ લઇ રહ્યા છે છેલ્લા એક મહિના ખનીજ વહન કરતા ટ્રેક્ટરે ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોને ભોગ બનાવ્યા છે ખાણ ખનિજ વિભાગ અને પોલીસ ચુપી સેવી બેદરકારી ભરી રીતે વાહન હંકારતા શખ્શો વિરુદ્ધ કોઈ દંડનીય કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ પ્રબળ બનવા પામી છે.

Advertisement

હિંમતનગર પાણપુર પાટિયા અને આરટીઓ વિસ્તારમાં ખુલ્લા સાંઢની માફક યમદૂત બનીને ફરતા રેતી અને પથ્થર ભરેલા ટ્રેક્ટરો બેફામ દોડતા નજરે પડે છે એક મહિનામાં ત્રીજી વ્યક્તિ પર ટ્રેક્ટર ચઢાવી દીધું હતું, આ પહેલા એક આશાસ્પદ ઓવેશ જાવેદભાઈ મેમણ ને ટ્રેક્ટર વાળા એ ટક્કર મારતા મૃત્યું થયું હતું અને બે વર્ષ પહેલા અર્ષદભાઈ ઇસ્માઇલભાઈ મેમણ ને પણ ટ્રેક્ટર વાળાએ ટક્કર મારી મૃત્યું નીપજાવ્યું હતું અને ચાર દિવસ પહેલા બાર વર્ષ ના મેમણ સમાજના બાળક ને ટક્કર મારી ટ્રેકટર વાળો ભાગી ગયો હતો અને આજે બપોરે આ ભોગ બનનાર વ્યક્તિ અલમુદ્દીન નિઝામઉદ્દીન લુહાર આરટીઓ સર્કલ થી પાટિયા તરફ જતા હતા ત્યારે પાછળ થી નંબર વગર ના રેતી ભરેલા ટ્રેક્ટરે અલમુદ્દીન ની બાઈક ને ટક્કર મારી ટ્રેક્ટર નું પાછળ નું ટાયર ચડાવી દેતા 25 મિનિટ સુધી તરફડિયા મારતા હાઈવે પર પડી રહ્યા હતા ત્યાર બાદ ગંભીર હાલતમાં 108 ને બોલાવી હોસ્પિટલ આઇસીયુ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ખુબજ ગંભીર બતાવવામાં આવી રહી છે,
ખાણ ખનીજની ચોરી કરતા આ ટ્રેક્ટરો ઉપર આગળ પાછળ કોઈપણ જાતની નંબર પ્લેટ હોતી નથી અને આરટીઓ સર્કલ પર નેત્રમ કેમેરા લાગેલ હોવા છતાં નંબર પ્લેટ ના હોવાથી અકસ્માત કર્યા બાદ ભાગી જવામાં સફળ રહે છે, આરટીઓ સર્કલ પર પોલીસ નો પહેરો હોવા છતાં ખણીજ ચોરી કરીને ભાગતા આ નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો સામે પોલીસ અને ખાણ ખણીજ વિભાગ ઘ્વારા લાલ આંખ કેમ કરવામાં આવતી નથી.? એ ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!