સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન વીજળી આપવાની જાહેરાત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે શુભારંભ કરાવ્યો હતો ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની થોડો સમય અમલવારી કર્યા બાદ સરકાર અને વીજતંત્ર દ્વારા સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી આપવાની વાત કોરાણે મુકાઈ છે જીલ્લાના ખેડૂતો માટે સૂર્યોદય યોજના ફારસરૂપ બનતા ખેતી પાક માટે સિંચાઈ અને ભેલાણ જીવના જોખમે કરી રહ્યા છે ત્યારે દિવસે વીજળી આપવામાં આવેની માંગ પ્રબળ બની છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે અરવલ્લી જીલ્લાની મુલાકાત લેવાના હોવાથી ખેડૂત આગેવાનો ખેતી માટેની વીજળી દિવસે આપવામાં આવેની રજુઆત કરવા તૈયારીઓ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
. અરવલ્લી જિલ્લા માં ચાલુ રવિ સિઝન માં ઘઉં ચણા ,દિવેલા નું મબલખ વાવેતર કર્યું છે મોંઘા ભાવનું ખાતર રાસાયણિક દવા પણ આપી છે અને ખેડૂતો એ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે એ જરૂરી છે ત્યારે ખેતર માં સિંચાઈ માટે વીજળી એ મુખ્ય સ્ત્રોત છે હાલ ખેડૂતો ને ખેતી માટે રાત્રી ના સમયે વીજળી આપવામાં આવે છે જેથી ખેડૂતો ને કકડતી ઠંડી માં ખેતરો માં પાણી વળવા માટે જવું પડે છે એક તરફ હાડ થીજવતી ઠંડી બીજી તરફ પાણી નો રાત્રી નો વારો હોવાથી કકડતી ઠંડી માં ખેતરે જવું પડે છે ઘણી વખત ઠંડી ના કારણે ખેડૂતો પાણી વાડતા મોત ને ભેટ્યા હોય એવા બનાવો બન્યા છે બીજી તરફ રોઝ,દીપડા,ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ નો પણ ભય રહે છે ઘણી વખત નીલગાય અને દીપડા દ્વારા ખેડૂતો પર હિંસક હુમલો થયા છે અને જીવ પણ ગયા છે આ બાબત ને લઈ ખેડૂતો ને ચાર દિવસ પહેલા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પણ આપ્યું છે ત્યારે ખેડૂતો ને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવે એવી ખેડૂતો ની માગ છે