અંતોલી-અમદાવાદ બસમાં ઘેટાં-બકરાની માફક મુસાફરો મુસાફરી કરવા મજબુર બન્યા આખરે બસ રોકાતા તંત્ર દોડતું થયું
મોડાસાના દધાલિયા ગામમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ અંતોલી- અમદાવાદ બસ સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું
મોડાસા ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરતા છતાં આંખ આડે કાન કરી મુસાફરોને જોખમી સવારી કરવા મજબુર કર્યા
વિદ્યાર્થીઓ અને મુસાફરોના ઉગ્ર વિરોધને પગલે તંત્ર હરકતમાં આવ્યું, વધારાની બસ મુકવાનો નિર્ણય
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસની અપૂરતી સુવિધાના પગલે મુસાફરો જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બની રહ્યા છે અંતરિયાળ વિસ્તારોના પ્રજાજનો પરિવહન માટે એસટી બસ પર નિર્ભર છે અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અર્થે અને નોકરી કરતા લોકો એસટી બસમાં પાસ મારફતે મુસાફરી કરતા હોય છે ત્યારે અપૂરતી સુવિધાના અભાવે લાચાર બની જીવના જોખમે એસટી બસમાં ખીચોખીચ મુસાફરી કરવા મજબુર બની રહ્યા છે અંતોલી-અમદાવાદ બસમાં ઘેટાં બકરાની માફક મુસાફરો ભરતા અને સવારના સમયે અન્ય કોઈ બસની સુવિધાનો અભાવ હોવાથી આ અંગે મોડાસા બસ ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા દધાલિયા ગામમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવતા તંત્ર દોડતું થયું હતું
મોડાસા તાલુકાના દધાલિયા ગામ સહીત આજુબાજુના 15થી વધુ ગામના વિધાર્થીઓ અને નોકરી-ધંધાર્થે અપડાઉન કરતા લોકો માટે અંતોલી-અમદાવાદ બસમાં મુસાફરી કરી રહ્યા છે અંતોલી-અમદાવાદ બસ સિવાય અન્ય કોઈ બસનો સમય અનુકૂળ ન હોવાથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોએ ખીચોખચ 140 જેટલા મુસાફરો સાથે એક જ બસમાં મુસાફરી કરવી પડતી હોવાથી આ અંગે ડેપો મેનેજરને વારંવાર રજુઆત કરવા છતાં અન્ય વૈકલ્પિક બસની સુવિધા ન કરતા આખરે વિધાર્થીઓ અને મુસાફરોએ અંતોલી-અમદાવાદ બસ આગળ ઉભા રહી બસ રોકી આંદોલન કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને મંગળવારથી વધુ એક એસટી બસ મુકવાની હૈયાધારણા આપતા વિદ્યાર્થીઓ અને મુસાફરોનો રોષ થાળે પડ્યો હતો