અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક આવેલ રંગપુર ગામ ખાતેના સેલટેક્ષ ગ્રાઉન્ડમાં જુદા-જુદા 7 પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવેલ 4 કરોડ 70 લાખથી વધુના દારૂના જથ્થાને નાશ કરવા માટે કોર્ટની પરવાનગી બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું શામળાજી નજીક દારૂનો નાશ થતો જોઈ અનેક વાહન ચાલકો થંભી ગયા હતા સમગ્ર વિસ્તારમાં દારૂની દુર્ગધ પ્રસરતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા
અરવલ્લી જિલ્લામાં મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના ૪ કરોડ ૭૦ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવાના બુટલેગરોના નિષ્ફળ પ્રયાસ વચ્ચે પોલીસે છેલ્લા વર્ષોમાં ઝડપેલા દારૂનો નાશ કરાયો હતો શામળાજી પાસે જી એસ ટી ગ્રાઉન્ડ ખાતે કરોડો રૂપિયામાં દારૂ પર રોલર ફેરવાયું હતું.લાખો બોટલોને એક સાથે રાખીને પોલીસના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરવાની કામગીરી કરી હતી..શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન,રૂરલ,મેઘરજ, ઇસરી, ભિલોડા , ટિટોઇ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એક્ઠી કરી નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી.