અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં મહાલક્ષ્મી ટાઉનહોલમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ઉપરાક્રમે રાજ્યના ખ્યાતનામ કવિ અને ગઝલકાર અનિલ ચાવડા અને શૈલેષ પંડ્યા અને જીલ્લાના કવિઓએ કાવ્યરસિકોને કાવ્યપાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય દલિત સાહિત્ય અકાદમી – અરવલ્લી મોડાસા દ્વારા આયોજીત ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ પ્રેરીત કાવ્ય – ગઝલપાઠ અને મુશાયરો મહાલક્ષમી ટાઉનહૉલ, મોડાસા ખાતે યોજાયો હતો, ત્યારે ખ્યાતનામ કવિ અનીલ ચાવડા, કવિ શૈલેષ પંડયા (ભિનાશ) દ્વારા કાવ્ય, ગઝલ અને મુક્તક નું રસપાન કરાવ્યું અને સાથે કવિ ડૉ. પિનાકિન પંડયા, મુળજીભાઇ સોલંકી અને અરવલ્લી ના ઉભરતા કવિઓએ પોતાની રચનાઓનું ઉપસ્થિત શ્રોતાગણ સુજ્ઞ સાહિત્ય પ્રેમી કાવ્ય ગઝલ રસિકો ને રસપાન કરાવ્યું હતું.
કાર્યક્રમમાં સૌને આવકારતાં ભારતીય દલિત સાહિત્ય અકાદમી – અરવલ્લી પ્રમુખ મહંત બાલકદાસ બાપુ દ્વારા સ્વાગત પ્રવચન અને સ્વાગત સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા આગળ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જયવંતસિહ જાડેજા, અધ્યક્ષ ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત તથા પ.પૂ. મહંત ધનેશ્વરગીરી મહરાજ દેવરાજ ધામ પ્રેરક ઉપસ્થિતિમાં, મુળજીભાઇ સોલંકી ઉપાધ્યક્ષ ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત, આયુર્વેદ નિષ્ણાત ડૉ. પિનાકિન પંડયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય દલિત સાહિત્ય અકાદમી – અરવલ્લી ના અશ્વિનભાઇ રાઠડ, સૌરભભાઇ પંડયા દ્વારા કરવામાં આવ્યું ત્યારે સૌ અકાદમીના સભ્યો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.