મોડાસા તાલુકાના ટીંટોઈ તથા આસપાસના ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહેતા ટીંટોઇ યુ.જી.વી.સી.એલ પેટા વિભાગ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું ટીંટોઇ તથા આસપાસ ના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ આવેદનપત્ર આપી રાત્રી કૃષિ વીજ પુરવઠો બંધ કરી દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો આપવા માટે માંગ કરી હતી ટીંટોઇ સબ સ્ટેશન થી ચાલતા એગ્રીકલ્ચર ફીડરમાં રાત્રી ના સમય દરમિયાન કૃષિ પુરવઠો બંધ કરી દિવસે વીજળી આપોની ઉગ્ર રજુઆત કરી હતી
ટીંટોઈ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની જમીન ડુંગરાડ તથા જંગલ વિસ્તારમાં આવેલી હોય રાત્રિના સમયે કડ કડતી ઠંડી તથા જંગલી હિંસક પ્રાણીઓના ભય નીચે મજબૂરીથી ખેતરમાં પાણી આપવા જવું પડે છે હાલ શિયાળાની ઋતુમાં ઘઉં મકાઈ બટાકા જેવા પાકોને પાણી આપવું પણ જરૂરી છે ભૂતકાળમાં જંગલી પ્રાણીઓના હિંસક હુમલા થી કેટલાય નિર્દોષ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે તથા કેટલાય પરિવારોએ પોતાના ઘરના મોભી અને બાળકોએ પિતા તથા માતાઓએ પોતાના દીકરા અને મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા છે તથા નાની ઉંમરમાં કેટલી મહિલાઓ વિધવા પણ બની છે 2021 ની સાલથી કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત બાદ ત્રણ ત્રણ વર્ષ સુધી ખેડૂતો આ લાભથી વંચિત રહ્યા હોવાથી ટીંટોઈ તથા આસપાસના ખેડૂતોએ મોટી સંખ્યામાં ટીંટોઈ યુ.જી.વી.સી.એલ પેટા વિભાગ કચેરી ખાતે આવેદનપત્ર આપી માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી