અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ વચ્ચે શામળાજી મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે મંગળવારે માગશર સુદ પૂનમનાં કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતાં મંદિર પરિસરમાં લાંબી લાઈનો માં ઉભા રહીને ભગવાન શામળીયા દર્શન કરવા માટે અધિરા બન્યા હતા ભગવાન શામળીયા આગળ સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ભગવાન શામળીયાને સોનાના દાગીના થીતથા રેશમી વસ્ત્ર નાં વાધા માં સુશોભિત કરવામાં આવ્યા હતા ભગવાનનું ગર્ભગૃહ ફુલો થી સુશોભિત કરવામાં આવ્યું હતું ભક્તો દર્શન કરીને બજારમાંથી ખરીદી કરતા ઠેર ઠેર નજરે પડતા હતા શામળાજી પોલીસે મંદિર પરિસરમાં તથા બજાર વિસ્તારમાં હાઇવે રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં માગશર પૂનમના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ, કાળીયા ઠાકોરના દર્શન કર્યા
Advertisement
Advertisement
Advertisement
Advertisement