અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં દરવર્ષે ફુલ ગુલાબી ઠંડી શરૂ થતાની સાથે ઘરફોડ ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે મોડાસા શહેરના ગાંધીવાડા વિસ્તારમાં એક મકાનમાં ચોર પ્રવેશી ઘરમાં રહેલા પર્સમાંથી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઇ જતા મકાન માલિક ચોંકી ઉઠ્યા હતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે આ અંગે કોઇપણ પ્રકારની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ન હોવાનું ફરજ પરના પીએસઓએ જણાવ્યું હતું 70 હજાર રોકડ રકમની ચોરીની ઘટનાની પોલીસ ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે
મોડાસા શહેરના ગાંધીવાડા વિસ્તારમાં રહેતા અને શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ધરાવતા સંજયભાઈ ઇન્દુલાલ પરીખના પત્ની વહેલી સવારે દુકાનમાં દૂધ વેચાણ અર્થે ગયા હતા ત્યારે અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસી જઈ ઘરમાં રહેલ પર્સમાંથી 70 હજારથી વધુની રકમ લઇ પાછળના દરવાજાથી રફુચક્કર થઇ જતા દુકાન માલિક અને તેમના પત્ની હોફાળા-ફોંફાળા બન્યા હતા સદનસીબે ઘરમાં રહેલ દાગીના અને અન્ય રોકડ રકમ સલામત રહી હતી ઘરના પાછળના દરવાજાથી નીકળેલ અજાણ્યો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો દુકાન માલિકે ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ તાબડતોડ પહોંચી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસને શકમંદ ચોર અંગે જણાવ્યું છે અને ફક્ત અરજી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો