શહેરા
પંચમહાલ જીલ્લાના જુના વલ્લભપુર ગામે આવેલા મહિસાગર નદીના પટ વિસ્તારમાં દિપડો દેખાતા હોવાનુ ગ્રામજનો દ્વારા જણાવામા આવતા વનવિભાગ દ્વારા કાંઠા વિસ્તારમાં પાજરુ મુકવામા આવ્યુ છે. હાલ દિપડો પાજરે પુરાયો નથી.દિપડા દ્વારા પશુઓનુ મારણ કરવામા આવ્યુ હોવાનુ ગ્રામજનો દ્વારા જણાવાયુ હતુ.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામે પાછલા દિવસોથી દિપડાની દહેશતથી લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગ્રામજનો દ્વારા જણાવાવુ છે કે આ દિપડાએ મહિલા પર પણ હુમલો કર્યો હતો. અને પશુઓનુ પણ મારણ કર્યુ હતુ. આ મામલે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા મહિસાગર નદીના પટમાં પાંજરુ મુકવામા આવ્યુ છે. ગ્રામજનો દ્વારા આ દિપડો પકડાઈ જાય તેમ ઈચ્છી રહ્યા છે.