17 C
Ahmedabad
Tuesday, January 14, 2025

અરવલ્લી : મોડાસાના સિનિયર પત્રકાર અહેમદ ઉલ્લાનો પરિવાર ઘરમાં નીચે ઉંઘતો હતો, ઉપરના માળે તસ્કરો ત્રાટકી 2 લાખના દાગીના ચોરી છૂ


મોડાસા શહેરમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવી તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં આવેની નગરજનોમાં ઉઠી

Advertisement

Advertisement

શિયાળાની ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાની સાથે મોડાસા શહેરમાં તસ્કરોએ જાણે પડાવ નાખ્યો હોય તેમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ગાંધીવાડા વિસ્તારમાં ઘરમાંથી વહેલી સવારે 70 હજારની ચોરીની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે શાહીનબાગ સોસાયટી માં એક પરિવાર ઘરમાં નીચેના રૂમમાં ઉંઘતો રહી હતો અને ઉપરના માળે તસ્કરો ત્રાટકી તિજોરી-કબાટમાં રહેલ 2 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવી પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મોડાસા શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો થતા લોકો માં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના સિનિયર પત્રકાર અહેમદ ઉલ્લા અને તેમનો પરિવાર મોડાસા-ધનસુરા રોડ પર આવેલ શાહીન બાગ સોસાયટીમાં રહે છે ઉપરના માળે રહેતો તેમનો પુત્ર-પુત્રવધુ મુંબઈ ગયા હતા મંગળવારની રાત્રીના સુમારે નીચેના રૂમમાં અહેમદ ઉલ્લા અને તેમનો પરિવારે રાબેતા મુજબ જમી- પરવારી સુઈ ગયા હતા રાત્રીના સુમારે ઉપરના બંધ મકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી ઘરનો નકુચો તોડી નાખી ઘરમાં રહેલ તિજોરી અને રાચરચીલું ફંફોસી નાખી તિજોરીમાં રહેતા 2 લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વહેલી સવારે અહેમદ ઉલ્લા ઉંઘ ઉડતા ઉપરના માળનો ઘરનો દરવાજો ખુલ્લો જોઈ ચોકી ઉઠ્યા હતા ઘરમાં ઘરફોડ ચોરી થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી રાબેતા મુજબ પ્રાથમીક તપાસ હાથધરી ફરિયાદ નોંધી તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ચોરીની ઘટનાને અંજામ આપનાર કોઈ જાણભેદુ ટોળકી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!