asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

અરવલ્લી: શામળાજી નજીક પેટ્રોલપંપ માલિકને ડીઝલના ૩.૫૪ લાખ ન આપી ઠગાઈ કરનાર ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ


પેટ્રોલપંપના માલિક બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરતા ત્રણ શખ્સોએ માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંદીયોલ સરપંચ રાહુલ ગામેતી સામે પણ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પાસે બિરસા મુંડા પેટ્રોલપંપ ધરાવતા સંચાલક સાથે ડીઝલના બાકી નીકળતા રૂ.૩.૫૪ લાખ ન આપી છેતરપીંડી કરનાર ત્રણ શખ્સો દ્વારા ટેલિફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement

ભિલોડના પાંચમહુડી ગામના વશિષ્ટભાઈ તુલસીભાઈ પાંડોરે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગુણીયાકુવા ગામે બિરસામુંડા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ અને પેટ્રોલનું વેચાણનો ધંધો કરે છે.તેઓના સમાજના રાજકુમાર ઉર્ફે મનોજભાઈ પારધી જેઓ ટ્રાસ્પોટનો ધંધો કરે છે અને તેઓ આ પેટ્રોલ પંપ ઉપરથી ટ્રાકોમાં ડીઝલ ભરવવા આવતા હતા અને ડિઝલનું ખાતું બંધાવ્યું હતું.જે ડીઝલના ઉઘરાણી પેટી ₹૧૮.૫૦ લાખ ચઢ્યા હતા. જેમાંથી રૂપિયા ૧૪.૯૫ લાખની રકમ જમા કરાવી હતી અને બાકીના નીકળતા રૂપિયા ૩,૫૪,૬૮૭ ચૂકવતા ન હોવાનથી અને અવારનવાર ઉઘરાણી કરતા રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ આપી બાકી નીકળતા રૂપિયા પરતના આપી પેટ્રોલ પંપ સંચાલક સાથે છેતરપિંડી કરતા તેમજ અન્ય બે શખ્સો દ્વારા ટેલીફોનિક ઉપર પેટ્રોલ પંપ સંચાલકને તારા પૈસા નહીં મળે તારે જે કરવું હોય તે કરી લે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વશેશભાઈ તુલસીભાઈ કાવડાજી પાંડોર રહે. પાંચ મહુડી તાલુકો.ભિલોડાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી રાજકુમાર ઉર્ફે મનોજ વિનોદભાઈ પારગી અજીતભાઈ ઉર્ફે ટીકિયો ચીમનભાઈ પારગી બંને રહે આણસોલ તાલુકો ભિલોડા અને રાહુલ સુરજીભાઈ ગામેતી રહે વાદીયોલ તાલુકો ભિલોડા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!