હિમતનગર થઈ અમદાવાદ લઇ જવાતો વિદેશી દારૂ સાથે બે પકડાયા, બે આરોપી વોન્ટેડ
AdvertisementAdvertisement
હિંમતનગર બી ડિવિઝન પોલીસે ગાડી નં.જીજે.09.બીડી.5544 માં દારૂ ભરી શામળાજીથી હિંમતનગર થઈ મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે જે બાતમી આધારે પોલીસે વિદ્યાનગરી ચાર રસ્તા પાસે કારમાંથી 96,120 ની કિંમતની 504 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી કાર, મોબાઈલ, દારૂ સહિત 533,120 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા રિયાઝખાન રઝાકખાન મકરાણી (રહે.જવાસ અલ્લાહ મજ્જીદ,ખેરવાડા,રાજસ્થાન), શાહરુખ ખાન શકીલમહમદ મકરાણી (રહે.જવાસ અલ્લાહ મજ્જીદ,ખેરવાડા,રાજસ્થાન), અને મુસ્તાક મોહમ્મદ મોહમદ ખાન મકરાણી (રહે.સામિતેડ,ખેરવાડા, રાજસ્થાન) અને ફરાર વિદેશી દારૂ ભરી આપનાર ઠેકાના માલિક અને ચિલોડામાં દારૂ મંગાવનાર સામે ગુનો નોંધ્યો હતો.