31ડિસેમ્બરની આડે હવે ગણતરીના કલાકો બાકી છે 2023નું વર્ષ પૂરું થવાની આડે અને વર્ષ 2024 શરુ થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના માલેતુજાર નબીરાઓ 2023ના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને ઉજવણી માટે રાજસ્થાનની વાટ પકડી લીધી છે અને તેના માટે એડવાન્સમાં રિસોર્ટ અને હોટલો બુક કરાવી શરાબ,શબાબ અને સુંદરીઓ સાથે નવાવર્ષની ઉજવણી માટે બેતાબ બન્યા છે.ગુજરાતમા દારૂબંધી હોવાથી ઉજવણીમાં વિઘ્ન નડે નહિ તેમાટે ધૂમ ખર્ચો કરી સંઘ પ્રદેશ તરફ પણ વાટ ભણી છે.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાટે યુવાધન આયોજનને વિવિધ આખરી ઓપ આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પર આવેલી હોટલો અને રિસોર્ટના રૂમ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પગલે બુકીંગ ફુલ થઈ ગયા છે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂ નિષેધના કાયદાનો કડક અમલવારી કરવામાં આવતા યુવાધન રાજસ્થાનના ઉદેપુર,જેસલમેર અને બિછિવાડાની વાટ પકડી છે બંને જિલ્લામાં પોલીસ 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટનાના બને અને અસામાજિક તત્વો દારૂ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશેનહીં તેમાટે ચેકપોસ્ટો ઉભી કરી જિલ્લાના માર્ગો પર પેટ્રોલિંગ હાથધરવામાં આવનાર હોવાથી પોલીસ પકડે તો આબરૂના ધજાગરા ઉડી જવાની સાથે પરિવારજનોને પણ નીચાજોણું થાય નહિ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ભંગ પડે નહિ તેમાટે રાજસ્થાનમાં ઉજવણી કરવામાટે યુવા હૈયાઓ ઉપડી ગયા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બંને જિલ્લાના માલેતુજાર નબીરાઓ દ્વારા અમદાવાદ ના દલાલો દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી ની રાત્રીએ ડાન્સ કરવા અને રાત રંગીન બનાવવા માટે ડાન્સ ગર્લ્સ અને રૂપલલનાઓ રાજ્યના વિવિધ વિસ્તારો સહીત દિલ્હી,મુંબઈ,બંગાળ અને નેપાળ થી 25 હજાર થી લઈ લાખ દોઢ લાખ રૂપિયા સુધી ખર્ચ કરી ગ્રુપ માટે એડવાન્સમાં રાજસ્થાનની બુકીંગ કરેલી હોટલો અને રિસોર્ટના રૂમ માં પહોંચાડી દેવામાં આવી છે બે દિવસ સતત દારૂની રેલમછેલ વચ્ચે ઉજવણી કરી પરત ફરશે સૂત્રો પાસે થી જાણવા મળ્યું હતું