ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે વાહનચાલકો સામે આવનારા કાયદાને લઈ શહેરના ટ્રક ડ્રાઈવરો દ્વારા આજે જીલ્લા વહીવટીતંત્રને આવેદન પત્ર નાયબ કલેકટર ને આપવામા આવ્યુ હતુ.2024મા આવનારા કાયદાથી ડ્રાઈવર ચાલકોને મુશ્કેલી પડશે તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામા આવ્યો છે. આવેદનપત્ર આપવા ગોધરા શહેર સહિત જીલ્લાભરમાથી આવેલા ટ્રક ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જીલ્લા વહીવટીતંત્રને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે સંસદમા કાયદો પસાર કરવા અંગે ઠરાવ કરેલ છે. જેમા ડ્રાઈવર અકસ્માત કરીને ભાગી જાય તેને 10 વર્ષની સજા તેમજ 10 લાખ નો દંડ કરવાની જોગવાઈ રાખવામા આવશે.આનો વિરોધ કરતા ડ્રાઈવરો દ્વારા જણાવામા આવ્યુ હતુ કે ભારતદેશના રોડ સરખા નથી અમે સરખી રીતે વાહન ચલાવીએ છતા અમારી સામે વાહનો ચલાવી અકસ્માત થાય છે અને અમારી ઉપર ખોટા કેસ કરતા હોય છે. ઘણીવાર પશુ રસ્તામા આવતા હોય છે. અમે બચાવા જતા હોય છે. અમારી ભુલ નથી હોવા છતા પણ અમારે ભોગવવુ પ઼ડે છે. અમારી ભુલ ના હોવા છતા અમારા ઉપર આક્ષેપ કરવા આવે છે. અમારે મજબુરીથી ભાગવુ પડે છે. અમારે કોઈ પણ જાતના કારણ વગર નુકશાન ભોગવુ પડે છે.અમારા વાહન આગળ ઘણીવાર ચાલકો પાછળથી અથડાય છે. જેથી લોકો અમને મારવા ભેગા થઈ જાય છે. જાનનુ જોખમ હોઈ અમારે ભાગવુ પડે છે. ઘણીવાર ઈજા પામનારાઓના સંબધી અમારી પર વળતર માટે ખોટો કેસ કરે છે. અમારા જેવા ગરીબ ડ્રાઈવરોનુ શુ ઘણીવાર કેટલાક પીધેલા વાહનાચાલકો અમારા વાહન સાથે વાહન અથાડી દે છે. અમને કસુર ઠેરવામા આવે છે,પોતાની વ્યથાઓ આવેદન પત્રમા જણાવી હતી. આ મામલે તાત્કાલિક આ કાયદો રદ કરવામા આવે તેવી માંગ પંચમહાલ જીલ્લાના ડ્રાઈવરો દ્વારા કરવામા આવી હતી.