માનસિક અસ્વસ્થ ગુમ મહિલાના પરિવારજનોએ મહિલા મળે તે માટે પથ્થર એટલા દેવ પુંજી માનતાઓ રાખી હતી 181 અભયમ દેવદૂત બની
ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓનેડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકારે 2014માં 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરતા અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદ રૂપી બની રહી છે મોડાસા તાલુકાના અમલાઈ ગામમાં માનસિક અસ્વસ્થ યુવતીને ખેતરમાં ફરતી જોવા મળતા એક જાગૃત નાગરિકે યુવતીની પૂછપરછ કર્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ બને તે પહેલા જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પ લાઈનને ફોન કરાતા અરવલ્લી 181 અભયમ મહિલા હેલ્પ લાઈન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની માનસિક હાલત ખરાબ હોવાથી કાઉન્સલીંગ કરી મહિલાના રાજસ્થાની પરિવારને શોધી કાઢી સુપ્રત કરતા મહિલાના પતિ અને તેના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો
અરવલ્લી 181 અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમને એક જાગૃત નાગરિકે અમલાઈ ગામ નજીક ખેતરમાં એક માનસિક અસ્વસ્થ મહિલા નિઃસહાય હાલતમાં હોવાની જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી માનસિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સલીંગ કરતા લાંબા મેરેથોન કાઉન્સલીંગ બાદ મહિલા જેસવાડી ગામનું નામ બોલતા 181 અભયમ હેલ્પલાઈન ટીમે હાશકારો અનુભવ્યો હતો અને માલપુર તાલુકાના જેસવાડીમાં તાત્કાલિક ધોરણે તપાસ હાથધરતાં જેસાવાડી ગામમાંથી યુવતીના સગા-સંબંધી મળી આવ્યા હતા અને યુવતીની માનસિક સ્થિતિ બગડતા છેલ્લા ચાર દિવસથી ગુમ થઇ ગઈ હોવાનું જણાવ્યું હતું અને મહિલાના પરિવારજનો ભારે શોધખોળ કરી રહ્યા હોવાની સાથે સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો તેમજ મંદિરોમાં બાધા પણ રાખી હોવાનું જણાવ્યું હતું
અરવલ્લી 181 અભયમ ટીમે રાજસ્થાનના ચૌતરપૂરા ગામમાં માનસિક અસ્વસ્થ મહિલાના પરિવારજનોનો સંપર્ક કરતા મહિલાના પતિ પિતા અને સગા-સંબંધીઓ તાબડતોડ અભયમ હેલ્પલાઈન કેન્દ્રમાં પહોંચી મહિલા સહી સલામત મળી આવતા તેના પતિએ હાશકારો અનુભવ્યો હતો મહિલાનું પરિવાર સાથે મિલન થતા પરિવારજનોની આંખો માંથી હર્ષના અશ્રુ સરી પડ્યા હતા માનસિક અસ્વસ્થ મહિલાના પતિ, પિતા અને પરિવારજનોર 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો