ગોધરા
પંચમહાલ જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ ૦૭ જેટલા પ્રકલ્પોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,પાંચ મહાલોના પ્રદેશ પરથી પંચમહાલ તરીકે જાણીતો થયેલ આ પ્રદેશ કે જે પ્રકૃતિના વરદાન સમા ગાઢ જંગલો અને વનસંપદા માટે જાણીતો છે.અહીં પાવાગઢ-ચાંપાનેર-ગોધરા જેવા અનેક સદીઓનો અતિસમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો છે. ૫૦૦ વર્ષ પછી ઐતિહાસિક સ્થળ પાવાગઢ ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ધવ્જારોહણ કરાયું જેના આપણે સૌ સાક્ષી છીએ.
તેમણે કહ્યુ કે,આજે લાખોની સંખ્યામા ભક્તો મા કાલીના દર્શને આવે છે.રંગ અવધૂત જેવા સંત અને આઝાદીની લડતમાં જાન ન્યોછાવર કરી દેનાર અનેક લડવૈયાઓની આ જન્મભૂમિ છે.પોલીસ વિભાગમાં નવીન પોલીસ સ્ટેશન,પોલીસ જવાનોના પરિવારને રહેવા માટે અદ્યતન મકાનો,કચરીઓ ઊભી થવાથી સુવિધાઓમાં ચોક્કસ વધારો તેમણે પંચમહાલ પોલીસને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, સફાઈ અભિયાન,મેડિકલ કેમ્પ,બ્લડ ડોનેશન કેમ્પ,રેસ્ક્યું અને બચાવની કામગીરી,સઘન ચેકિંગ,વર્ષો જુના ગુનાને ડિટેક્ટ કરવા સહિતની પોલીસ વિભાગની શ્રેષ્ઠ કામગીરી કરાય છે તેનો આનંદ છે.
આ સાથે તેમણે પંચમહાલ જિલ્લાના વિવિધ ૦૭ જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટરની કચેરી સને-૧૯૬૧થી હેડ ક્વાર્ટરના જુના મકાનમાં કાર્યરત હતી.જે જર્જરીત થતા સુવિધાઓ સજ્જ ૩૦૭.૭૬ લાખના ખર્ચે ૨૨૦૧.૬૮ ચો.મી.ક્ષેત્રફળમાં નવિન આર.પી.આઈ. કચેરી બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના રહેઠાણ માટે અદ્યત્તન સુવિધાઓથી સજ્જ કક્ષા બી-૩૬૪,સી-૧૨, તથા ડી-૪ કુલ-૩૮૦ નવિન રહેણાંક મકાનો ૪૧૮૭૧.૨૯ ચો.મી.બનાવવામાં આવ્યા છે જેનો ખર્ચ ૬૧૧૦.૭૫ લાખ, કાંકણપુર પોલીસ સ્ટેશન તા.૦૪/૦૮/૨૦૧૬થી એ.પી.એમ.સી.કાંકણપુર બિલ્ડિગમાં કાર્યરત હતું. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખૂબ મોટો હોવાથી કાયદો અને વ્યવસ્થા સુદ્ઢ બનાવવા માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી રૂ.૨૪૪.૫૭ લાખના ખર્ચે કાંકણપુર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે.
તેમણે કહ્યું કે,હાલોલ તાલુકા વિસ્તારમાં જી.આઈ.ડી.સી.આવેલી છે અને જેનો સતત વિકાસ થઈ રહેલ છે. જેમાં મોટા પ્રમાણમાં કંપનીઓ કાર્યરત છે અને બહારના રાજ્યોમાંથી તથા આસપાસના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો આવીને વસવાટ કરે છે જેથી વસ્તી ગીચતા વધતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારૂ રૂ.૨૬૮.૬૦ લાખના ખર્ચે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.જે હાલમાં જુની ડી.વાય.એસ.પી.હાલોલ વિભાગનની કચેરીમાં કાર્યરત છે.
પાવાગઢ ખાતે પવિત્ર યાત્રાધામ મહાકાલી માતાજીનું મંદિર આવેલુ છે. જ્યાં રોજબરોજ મોટા પ્રમાણમાં શ્રદ્રાળુઓ દર્શનાર્થે આવે છે. તેમજ પાવાગઢની આસપાસના વિસ્તારમાં કુદરતી સૌદર્ય નિહાળવા માટે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે અને હાલોલ તાલુકા વિસ્તાર ખૂબ મોટો હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જાળવી શકાય તે સારૂ તા.૨૭/૦૪/૨૦૦૮ થી હાલોલ પોલીસ સ્ટેશનમાંથી અલગ કરી પાવાગઢ પો.સ્ટે.કાર્યરત કરવામાં આવેલ છે.જે સેમી અર્બન પોલીસ સ્ટેશન રૂ.૧૮૦.૮૬ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે રૂ. ૩૬૯.૬૭ લાખના ખર્ચે ગૃપ-૦૫ સેનાપતિશ્રીની કચેરી તથા ૧૦૮ લાખના ખર્ચે આઈ.જી.પી.શ્રી પંચમહાલ ગોધરા રેન્જ,ગોધરાનું રહેણાંક મકાન બનાવવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગની કામગીરીમાં વધુ સુગમતા આવે તેવા આશયથી નવીન રહેણાંક અને બિનરહેણાંક આવાસો તૈયાર કરવામાં આવ્યા છ.
આ તકે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.
આજના ક્રાયક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,કાલોલ ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર આશિષ કુમાર,નાયબ પોલીસ મહાનિરિક્ષક આર.વી.અસારી,પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા