રાજ્યકક્ષાએ યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પોશીનાના માલ વાસના વતની મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત થયા
AdvertisementAdvertisement
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પોશીના ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતિ કેળવાય, લોકો નિરોગી રહે અને નિત્ય યોગ કરવાથી શારીરિક માનસિક સ્વાસ્થ્યની સાથે નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ ૨૦૨૪ના પ્રથમ દિવસે ગુજરાતમાં ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરના મહાકાળી મંદિર ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમના શુભારંભ વેળાએ સાંસદશ્રીએ કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતિ કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ ૨૦૨૪ના પ્રથમ દિવસે ગુજરાતમાં ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના માલવાસના ૧૯ વર્ષિય વતની કલ્પેશભાઈ ગમાર રાજયકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહેસાણાના મોઢેરાના રાજ્યકક્ષાના કાર્યક્ર્મમાં રૂ. ૨,૫0,000 નું ઇનામ હાંસલ કર્યું હતું. અતિ સામાન્ય પરિવારના પુત્રએ રાજ્ય કક્ષાએ ગામ અને જિલ્લા નું નામ રોશન કર્યું હતું