વડોદરાના ગૌપાલક વિહાભાઈ ભરવાડે બનાવેલી 108 ફુટ લાંબી અગરબત્તી શહેરા ખાતે આવી પહોચતા નગરજનો દ્વારા સ્વાગત કરાયુ
AdvertisementAdvertisement
(મેરા ગુજરાત-શહેરા)
અયોધ્યાના રામમંદિર પ્રાગણમા સુંગધ પ્રસરાવશે અગરબત્તીઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ભવ્ય રામ મંદિરનુ કામકાજ પુરજોશમાં ચાલી રહ્યુ છે. દેશભરમાંથી રામભક્તો ભગવાન શ્રી રામ પ્રત્યે કઈક પોતાની સેવા ભાવના દર્શાવી રહ્યા છે.22 જાન્યુઆરીએ અયોધ્યાના રામમંદિરના પ્રાગણમા વડોદરાના ગૌપાલક સમાજે બનાવેલી અગરબત્તીની સુગંધ પરિસરમાં પ્રસરશે. વડોદરાથી વિશાળ ટ્રકમા અગરબત્તી અયોધ્યા ખાતે લઈ જવામા આવી રહી છે.ત્યારે તેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આ અગરબત્તી આવી પહોચતા નગરવાસીઓ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
ભગવાન શ્રી રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામભક્તો પોતાની ભક્તિ ભગવાન શ્રી રામ પ્રત્યે વિવિધ રીતે પ્રગટ કરી રહ્યા છે. વડોદરાના ગૌપાલક સમાજે 108 ફુટ લાંબી અગરબત્તી બનાવી છે. રવિવારે વડોદરાથી શાસ્રોક્ત વિધી સાથે તેનુ પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. આ અગરબત્તી એક મોટા વિશાળકાય ટ્રકમાં મુકવામા આવી છે. પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આ વિશાળકાય અગરબત્તી આવી પહોચતા હિન્દુ સંગઠનો અને નગરજનો દ્વારા ફુલથી વધાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. વડોદરાના ગૌપાલક સમાજના વિહાભાઈ ભરવાડે આ વિશાળકાય અગરબત્તી બનાવી છે. શહેરાના બસ સ્ટેશન પાસે,તેમજ અણિયાદ ચોકડી ખાતેથી આ વિશાળકાય અગરબત્તી પસાર થઈ ત્યારે મોટી સંખ્યામા લોકો તેને નિહાળવા ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના વિહાભાઈ ભરવાડને આ અગરબત્તી બનાવા માટે 4 મહિના જેટલો સમય લાગ્યો છે. સાડા ત્રણ ફુટનો ઘેરાવો આ અગરબત્તીમા છે. 376 કિલો ગુગળ, કોપરાનો છીણ, 280 લીટર જળ 280 કિલો તલ,425 કિલો વિવિધ હવનની સામગ્રી -,1475 કિલો ગીરગાયના છાણનો પાઉડર, ગીર ગાયનુ શુધ્ધ ઘી, સુગંધી ફુલો,ગુલાબનુ પરફુમ ભેળવીને આ અગરબત્તી બનાવામા આવી છે.