વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે.ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે ગરબા કે ક્રિકેટ રમતા રમતા,લગ્નમાં નાચતી વખતે જીમમાં કસરતી કરતા કરતા કે વાહન ચલાવતા હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોત નિપજાવવાના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના જાણીતા બિલ્ડરર્સનું ગરબા રમતા રમતા હૃદયરોગના હુમલામાં મોત નિપજતા પરિવારજનો સહીત બિલ્ડર્સ લોબીમાં ભારે શોકગની છવાઈ છે
મોડાસા શહેરની કોરલ સીટીમાં રહેતા અને શહેરના અગ્રણી બિલ્ડર્સ પ્રવીણભાઈ ભગવાનદાસ પટેલના વતન જેસીંગપુર ગામમાં નવચંડી યજ્ઞની પુર્ણાહુતીમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા ઉભા રહી ગયા બાદ અચાનક ઢળી પડતા ગરબા રમતા અને ગરબા જોતા યુવકો પ્રવીણ ભાઈની મદદે દોડી આવ્યા હતા જોકે હાર્ટ એટેક આવ્યાની ગણતરીની સેકેન્ડમાં પ્રવીણભાઈ પટેલનું પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારજનો અને નવચંડી યજ્ઞમાં જોડાયેલા લોકોમાં માતમ છવાયો હતો મોડાસા શહેરના અગ્રણી બિલ્ડરર્સ પ્રવીણ પટેલનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બિલ્ડર્સ એસોસિએશન, શહેરના અગ્રણી વેપારીઓ સહીત પાટીદાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી