ફાયર વિભાગની સરાહનીય કામગીરી અકસ્માતમાં કેબિનમાં દબાયેલા ડંપર ચાલકનો આબાદ બચાવ
અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર બુધવારે વહેલી સવારે 5 વાગ્યાના સમયગાળા દરમ્યાન શામળાજીથી હિંમતનગર તરફ જતા કોકરોલ ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલક કેબીનમાં ફસાઈ ગયા બાદ ફાયર ટીમે કેબીન કાપી 15 મિનીટમાં બહાર કાઢી 108માં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની વિગતે એવી છે કે હિમતનગર થી શામળાજી નેહા પર બેદરકારી, ગફલત ભરી રીતે વાહન હકારી કોકરોલ ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે શામળાજી તરફથી કાંકરોલ પાસેના અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઇવે પર બુધવારે વહેલી સવારે 5 વાગ્યના સમયે શામળાજીથી હિંમતનગર તરફ જઇ રહેલ સિમેન્ટની થેલીઓ ભરેલ ટ્રેલર પાછળ કેમિકલ ભરેલ રેતીનું ડમ્પર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઈને ડમ્પરના કાચ તૂટીને ઓવરબ્રિજ પરથી નીચે પડ્યા હતા. જેને લઈને ડમ્પરનો ચાલક રાજસ્થાનના બાસવાડાનો પપુભાઇ નાનુભાઈ મસાલ કેબીનમાં દબાઈ ગયો હતો. ત્યારબાદ 108ને કોલ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી, પરંતુ કેબીનમાં ચાલક દબાઈ જવાના કારણે ગંભીર ઈજાગ્રસ્ત ચાલક બહાર નીકળી શકતો ન હતો. જેને લઈને હિંમતનગર ફાયર વિભાગની ટીમને કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયરની ટીમે કેબિનમાં દબાયેલ ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી ૧૦૮ માં વધુ સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે હિંમતનગર ફાયર ટીમના જણાવ્યા મુજબ આજે સવારે 5 વાગે કોલ મળતા રેસ્ક્યુ વાહન સાથે સ્થળ પર પહોંચીને ગ્રામજનોની મદદ સાથે કેબીન કાપી જેસોબી દ્વારા વાહન ખેચવાનો પ્રયત્ન સફળ રહ્યો ન હતો. જેને લઈને કેબીન કાપીને બંને પગ સાથે કેબીનમાં દબાયેલા ચાલકને 15 મિનીટમાં બહાર કાઢી લીધો હતો. ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી ૧૦૮ માં વધુ સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.