ઉત્તરાયણમાં ખાદ્યતેલ,ઘી,ખાંડ,બેસન અને કાચા માલના ભાવમાં વધારો થતા ઊંધિયા,જલેબી અને લીલવાની કચોરીનો ટેસ્ટ મોંઘો બન્યો
Advertisement
હિન્દુ સંસ્કૃતિમાં પર્વની સાથે ચોક્કસ ખાદ્ય ચીજવસ્તુઓ આરોગવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં વિવિધ પ્રકારના વસાણા તેમજ ચીક્કીની સાથે ઉંધીયું અને જલેબી આરોગવાની મજા જ કંઈક ઓર છે. પતંગબાજીના પેચ લડાવવાની સાથે સાથે ઉધિયુ તથા જલેબીની માંગ વધુ હોય છે ઉત્તરાયણમાં પતંગ દોરી તો ઠીક પણ ઊંધિયું જલેબીનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉતરાયણમાં લોકો પતંગની સાથે ઊંધિયું જલેબી, તલ અને સિંગની ચિક્કી, બોર, શેરડી અને જામફળની મજા માણતાં હોય છે.
મોડાસા શહેરના જાણીતી ભાવનગરી એન્ડ સ્વીટ માર્ટના માલિક રાજુ ભાઈના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ઊંધિયા,જલેબી સહીત નમકીન પ્રોડક્ટ્સમાં 10 થી 15 ટકા જેટલો વધારો થઇ શકે છે એસોસિએશનની મિટિંગમાં ભાવ નક્કી થશે હાલ ઘી-તેલ અને અન્ય કાચી સામગ્રીના ભાવ જોતા શુદ્ધ ઘીની જલેબી કિલોના 480 થી 500 ,તેલની જલેબી 200 થી 240,ઊંધિયું 240 થી 300 અને લીલવાની કચોરી 280 થી 300 સુધીનો ભાવ જોવા મળી શકે છે ચાલુ વર્ષે ઉંધીયા તેમજ જલેબીના ભાવમાં 10થી 15 ટકાનો ભાવવધારો થતા ઉત્તરાયણમાં ઉંધીયા-જલેબીની જયાફત મોંઘી સાબિત થવા છતાં લાખ્ખો રૂપિયાનું ઊંધિયું-જલેબીની મજા માણવા આતુર બન્યા છે