એસટી બસનું આ સ્લોગન સલામતી કે સુરક્ષાની બાબતે જાણે લાંછન સમાન સાબિત થયું
સીસીટીવી કેમેરાની તિસરી આંખની બાજ નજર અને પોલીસ પોઇન્ટ શોભાના ગાઠિયા સમાનAdvertisement
સરકારની તિજોરીમાં સોથી વધુ કમાણી કરી આપનાર હોયતો રેલવે અને એસટી વિભાગ એસટી ડિવિઝનને રાજ્યમાં ચાલતા અનેક સરકારી કાર્યક્રમો હોય કે અન્ય નાના મોટા તહેવારોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતા વિભાગીય તંત્ર એક્સ્ટ્રા બસો દોડાવીને એસટી વિભાગ તોતિંગ કમાણી કરતી હોય છે.
જો તમારે ક્યાંય ફરવા કે બહાર જવાનું થાય એ પેલા સલામતી, સુરક્ષા, સતર્કતાની જવાબદારીએ મોટો પ્રશ્ન છે.
આ અંગે ની વિગત એવી છે કે હિમતનગર એસટી બસસ્ટેન્ડ અનેક ચર્ચાથી ગેરાયેલું રહેતું હોય છે. જેમાં વાહનચોરી, મોબાઈલ ચોરી, ચેન સ્નેચિંગ, ખિસ્સા કાતરુઓ મુસાફરોની નજર ચૂકવી તેમને તથા તેમની માલમિલકત પર હાથફેરો કરી લેતા હોય છે એવીજ ઘટના બે દિવસ પહેલા બસ સ્ટેન્ડ સામેના પાર્કિગમાંથી વાહન ચોરી તથા મોબાઈલ ચોરીનો બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સિવિલ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ તરંગભાઈ પટેલ રહે. ૩૦/એવન સોસાયટી શારદાકુંજ પાસે મોતીપુરા, હિંમતનગર, મુળ રહે માતાજી કંપા ખેડબ્રહ્મા ગત તા. ૦૯/૦૧/૨૦૨૪ ના રોજ સવારના નવેક વાગે ઉજ્જૈન મહાલેશ્વર મીત્રો સાથે દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ ટ્રેન મારફતે હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉતરી ખેડબ્રહ્મા જવાનુ હોય જેથી હિંમતનગર બસ સ્ટેશન ખાતે આવેલ અને પ્લેટ ફોર્મ નંબર ૪ તથા ૫ ઉપર ઉભા હતા. ત્યારબાદ અંબાજી વાળી બસ આવતા બસમાં ચડતી વખતે સેમસંગ કંપનીનો એસ-22 અલ્ટ્રા મોડેલનો મોબાઈલ કિંમત રૂ. 1,19,000 કોઈ અજાણ્યા શખ્સે નજર ચુકવી ભીડનો લાભ લઈ મોબાઈલ ચોર દ્વારા ચોરી કરી રફુચક્કર થઈ જવાની ઘટના સંદર્ભે હિમતનગર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બુધવારે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા