ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગાંધીનગર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર નવી સિવિલ કેમ્પસ,જિલ્લા સેવા સદનની બાજુમાં શામળાજી રોડ મોડાસા ખાતે 24×7 કાર્યરત છે આ સેન્ટરમાં જાહેર અને ખાનગી સ્થળે કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓને કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ પ્રકારની સેવાઓ જેવી કે તબીબી સહાય કાયદાકીય માર્ગદર્શન અને સહાય પોલીસ સહાય પરમશ અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે.
મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓની કીટ પૂરી પાડવામાં આવે છે તેમજ મહિલાઓના પ્રશ્નોનું સંતોષકારક સમાધાન કરવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી દ્વારા ચાર વર્ષમાં 535 મહિલાઓની મદદ કરવામાં આવેલ છે જેમાં રાજસ્થાન ,મહારાષ્ટ્ર ,પંજાબ, મધ્યપ્રદેશ, આસામ, તામિલનાડુ ,આંધ્રપ્રદેશ છત્તીસગઢ તેમજ ગુજરાત રાજ્યની અને અરવલ્લી જિલ્લાની કુલ 340 મહિલાઓને આશ્રય આપવામાં આવેલ છે તેમજ 315 મહિલાઓને સમાધાન કરી પુનઃસ્થાપન કરાવેલ છે. તેમજ 89 મહિલાઓને માનસિક રોગની સારવાર આપવામાં આવેલ છે.
સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે એક “સખી” બની તેમના તૂટતા પરિવારને જોડવામાં મદદરૂપ બની છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં જઈ સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની તથા મહિલાલક્ષી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે.