ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગરસિયાઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અત્યારથી ધાબા પર ચઢી પતંગબાજો આકાશે પેચ લગાવી રહ્યા છે ઉત્તરાયણ પર્વમાં પતંગની ઘાતકી દોરીથી અનેક દ્રિ-ચક્રીય વાહન ચાલકો મોતને ભેટી ચુક્યા હોવાની સાથે મોટા પ્રમાણમાં ગળા કપાવવાની જીવલેણ ઘટનાઓ બનતી હોવાથી ઉત્તરાયણના ખુશીના પર્વમાં અનેક પરિવારોના ઘરમાં માતમ છવાતો હોય છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા બાઈક અને મોપેડ ચાલકો ઘાતકી દોરીથી બચી શકે તેવા સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ અને પોલીસતંત્રએ ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી કોઈની અમુલ્ય જીંદગી ન કપાય તે માટે બાઈક અને મોપેડ ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપવાની ઝુમ્બેશ હાથધરી હતી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને જીલ્લા ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે મોડાસા શહેર અને હાઇવે પરથી પસાર થતા બાઈક અને મોપેડ ચાલકોને મફત સેફટી ગાર્ડ લગાવી આપવાની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માહિતગાર કર્યા હતા ઉત્તરાયણ પર્વમાં જીલ્લા પોલીસતંત્રની સેવાકીય અભિગમની સરાહના કરી હતી