ગોધરા,
ગુજરાત રાજ્યના પુર્વમુખ્યમંત્રી અને રાજનીતીના ચાણક્ય કહેવાતા શંકરસિંહ વાઘેલાએ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ટુંકી મુલાકાત લીધી હતી.મિડીયા સાથેની વાતચીતમાં તેમને ભષ્ટ્રાચાર અને દારુબંધી પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમને ભષ્ટ્રાચાર માટે પ્રજાજનોને જવાબદાર ગણાવ્યા હતા. જ્યારે દારુબંધીને સરકારનો દંભ ગણાવી હતી.
લોકસભાની ચુટણી આવી આવી રહી છે.ત્યારે પંચમહાલ જીલ્લામા પણ રાજકીય ચહણ પહલ વધી ગઈ છે. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગોધરા શહેરની ટુકી મુલાકાતે આવ્યા હતા.મિડીયા સાથે તેમને ખાસ વાતચીત કરી હતી. ગોધરા મારા માટે ઐતિહાસિક ભૂમિ હોવાના ઉલ્લેખ સાથે એક ઔપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર માટે સરકાર નહીં પરંતુ પ્રજાજનો એટલા જ જવાબદાર છે કેમ કે પ્રજા હજુ ભ્રષ્ટાચારને પસંદ કરીને મતો આપે ત્યારે જ સરકાર બનતી હોય છે ત્યારે પ્રજાજનોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મતદાન કરવું જોઈએ.દારુબંધીને લઈને તેમણે ઉમેર્યુ કેહું દારૂ નથી પીતો પરંતુ જે લોકો પીએ છે તેઓ સારો દારૂ પીવે આ માટે દારૂબંધી હટાવી દેવી જોઈએ અને એની આવકમાંથી શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અને સૂખાકારીઓ ને વધારવી જોઈએ જો કે ગુજરાતમાં દારૂબંધીએ પોલિટિશિયન અને પોલીસની કમાણીનું એક સાધન છે અને પબ્લિકનું એમાં મોત છે એવી દારૂબંધી ની દંભીનીતિને હટાવી દેવી જોઈએ.આગામી લોકસભાની ચુટણીને લઈને તેમણે ઉમેર્યુ હતુ કે ચમકે એ સોનુ જ હોય એવું નથી .2024માં મને પરિવર્તન દેખાય છે. પબ્લિક ધારે તે કરી શકે છે.
આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજાજનોએ પોતાનું સ્થાન ક્યાં છે એ નક્કી કરવાનું છે અને હું પોતે લોકસભા ચૂંટણી લડવાનો નથી તેમ જણાવ્યુ હતુ.
ગોધરા- પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન- ભષ્ટ્રાચાર થાય તેના માટે પ્રજાજનો જવાબદાર, દારુબંધીને લઈને સરકાર દંભ કરે છે,દારુબંધી હટાવી દેવી જોઈએ.
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -