ગોધરા,
ગોધરાની શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાતા ભારતકા ભાગ્ય વિધાતા વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જ્યારે આ વકૃત્વ સ્પર્ધા અંતર્ગત તમામ કોલેજના વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.
આજરોજ ગોધરા શહેરમાં આવેલ શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ એમ. બી. પટેલ તથા મહાનુભાવોની તરીકે ઉપસ્થિતમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બી.જે.પી. યુવા મોરચાના અઘ્યક્ષ નિર્મિતભાઈ દેસાઈની અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ વિષય ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જેમાં 250 થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ કરીના લાલવાણી , બીજા ક્રમ હર્ષિદ ગઢવી તથા તૃતીય ક્રમ મેહુલ પટેલ એ મેળવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા કૉલેજના એન.એસ.એસ. ડિપાર્ટમેન્ટ ના પ્રોગ્રામ ઓફિસર રૂપેશભાઈ નાકર તથા કેમ્પસ એમ્બેસેડર રોશન પરમાર અને રૂચિતા કોન્ટ્રાકટર એ કામગીરી બજાવી હતી .