મેઘરજ ના ગેડ પંચાયતના નવાકુવા ગેડ ખાતે વહેલી સવારે એક અસ્થિર મગનો યુવક જોવા મળ્યો હતો ત્યારે સ્થાનીક આગેવાનોએ પૂર્વ સરપંચનો સંપર્ક કરતા પૂર્વ સરપંચ ખરાડી મહેદ્રભાઈ સ્થળ પર પહોચી યુવકને પોતાનું નામ પૂછતા યુવક પોતાનું નામ શૈલેસભાઈ કચરાભાઈ ભરવાડ અને ગામનુ નામ લિમખેડા ના જીતપુર નો વતની હોવાનુ જણાવ્યુ હતુ ત્યારે સ્થાનીક આગેવાન અને પૂર્વ સરપંચ ધ્વારા ટેલીફોનીક સપર્ક કરતા જીતપુર ગામના પરીવાર જનોનો સર્પક કરી પૂર્વ સરપંચ,સ્થાનીક આગેવાનો અને જાગૃત પત્રકાર જયદીપ ભાટીયા એ પાંચ મહીનાથી પોતાના પરીવારથી વિખોટા પડેલ યુવકને લુનાવાડા નજીક આવેલ સવેરા હોટલ પાસે લઈજઈ યુવકનું પરીવાર સાથે મીલન કરાવ્યુ હતુ