asd
27 C
Ahmedabad
Wednesday, July 24, 2024

ગુજરાત : નકલી પોલીસ બાદ હવે પંચમહાલમાંથી નકલી વિજિલન્સના ચાર અધિકારી ઝડપાયા,લેભાગુ પત્રકારો હોવાની ચર્ચા


પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે મહિલાને ઘરે તોડ કરવા પહોચેલી નકલી વિજીલન્સ બનીને આવેલા ચાર ઈસમો અસલી પોલીસના હાથે ઝડપાયા

Advertisement

(મેરા ગુજરાત-મોરવા હડફ ,પંચમહાલ)

Advertisement

ગુજરાતમાં પાછલા મહિનાઓથી નકલી અધિકારીઓ,નકલી ટોલનાકા,નકલી પત્રકારો, નકલી કચેરીઓ બહાર આવાની ચોકાવનારી ઘટના બની છે. પંચમહાલ જીલ્લા ના મોરવા હડફના સંતરોડ ખાતેથી નકલી વિજીલીન્સ અધિકારીઓ બનીને તોડ કરતા ચાર ઈસમો પોલીસના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ નકલી અધિકારીઓ એક મહિલાને ઘરે જઈને દારુ મળ્યો છે. કેસ કરવો પડશે તેમ કહીને મહિલાને દાગીના ગીરવે મુકાવીને 40,000 રુપિયા પડાવી લીધા હતા.આ ઈસમો ભાગી જાય તે પહેલા મહિલાના જેઠ આવી પહોચતા તેને સમગ્ર મામલાની જાણ મોરવા હડફ પોલીસ મથકે કરી હતી.મોરવા હડફ પોલીસ દ્વારા આ ઈસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઇ પટેલ નાની દુકાન ચલાવીને પોતાનુ ગુજરાત ચલાવે છે. શુક્રવારે બપોરે એક સફેદ કલરની કારમાં બેસીને આવેલા ચાર ઈસમો અમે ગાંધીનગરથી આવીએ છે.અને તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં જડતી શરૂ કરી હતી. જડતી દરમ્યાન તેમના હાથમાં કંઇ નહીં લાગતા પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઈ આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે. ડરી ગયેલી મહિલાએ કરગરતા કહ્યું હતું કે, ભુતકાળમાં અમે દારૂનો ધંધો કરતા હતા.પણ પતિ અર્જુનભાઇ પટેલની ધરપકડ કર્યા બાદ અમે દારૂનો ધંધો નથી કરતા.દારુનો જથ્થો બતાવ્યા બાદ આ ચારેય શખ્સોએ દારૂનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિ અર્જુનને વોન્ટેડ જાહેર કરીશું. તેમ જણાવી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.મહિલાને ડરી જતા દાગીના ગીરવે મુકીને પૈસા આપવાની તૈયારી બતાવી હતી. મહિલા પોતાના સોનાના દાગીની વેચીને જે 40.000 રુપિયા મળ્યા હતા. તે આ ઈસમોને આપ્યા હતા. તેવામાં જ જેઠ રાજુ રામસિંહભાઈ પટેલ આવી જતા પોતાને વિજીલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય શખ્સો પાસે ઓળખકાર્ડની માંગણી કરી હતી. જેથી ચારેય એકદમ રોષે ભરાયા હતા. તું અમારું ઓળખકાર્ડ માંગનાર કોણ તેમ કહી વિવાદ પર ઉતર્યા હતા.રેડ કરનારા ઈસમો નકલી હોવાનુ જાણ થતા પોલીસે તેમની અટકાયત કરીને તેમને મોરવા હડફ પોલીસ મથકે લઈ ગયા હતા. તેમની પાસેથી મોબાઈલ ફોન,રોકડ રકમ અને ડંડા મળી આવ્યા હતા. આ પકડેલા ઈસમોમાં ગૌરાંગ શાંતિલાલ વાજા (રહે. આશાપુરા સોસાયટી, ઘોડાસર પોલીસ ચોકી પાસે, મણીનગર, અમદાવાદ), અક્ષય પ્રવીણભાઈ પટેલ (રહે. સુર્યકિરણ કોમ્પ્લેક્ષ, બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ), જીતુભાઇ રમણભાઇ ઓડ (રહે. આતરસુંબા, ઓડવાસ, તા. કપડવંજ) અને મનુભાઈ રયજીભાઇ રાવળ (રહે. ધોળાકુવા, ઠાકોરવાસ, ગાંધીનગર)નો સમાવેશ થાય છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!