મોડાસા નગરપાલિકાના મહિલા સફાઈ કર્મી વોર્ડ.નં-8 માં આવેલ રોનક સોસાયટીના જાહેર રસ્તા પર સફાઈ કામગીરી કરી રહ્યા ત્યારે એક શખ્સે બિભસ્ત ગાળો બોલી જાતિવિષયક અપમાનજનક શબ્દો કહી લાકડી વડે હુમલો કરતા સફાઈ કર્મીના હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા મોડાસા ટાઉન પોલીસે મહિલા કર્મી પર હુમલો કરનાર આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ સહીત ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હુમલાખોર આરોપી ગુલામનબી પટેલને ગણતરીના કલાકોમાં દુઘરવાડા સર્કલ પરથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે નગરપાલિકાના મહિલા સફાઈ કર્મી પર હુમલો કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દુઘરવાડા રોડ પરથી ગુલામનબી દાઉદભાઈ પટેલ (રહે,મનવાહીલના નાકે,દુઘરવાડા રોડ,મોડાસા)ને ગણતરીના કલાકો માં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ટાઉન પોલીસની કામગીરીની નગરપાલિકાના સફાઈ કર્મીઓએ સરાહના કરી હતી
શું હતો સમગ્ર મામલો વાંચો
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરને નગરપાલિકાના સફાઈ કર્મીઓ સફાઈ કરી સ્વચ્છ રાખી રહ્યા છે શહેરની રોનક સોસાયટીમાં સફાઈ કામ કરી રહેલી મહિલા કર્મીને ગુલામનબી દાઉદભાઈ પટેલ (રહે,મનવાહીલના નાકે,દુઘરવાડા રોડ,મોડાસા) નામના માથાફરેલ શખ્સે સોસાયટીમાં રહેણાંક મકાન આગળ સાફસફાઈ અંગે જાતિ વિષયક અપશબ્દો બોલી બેફામ ગાળાગાળી કરી ઘરમાંથી ડંડો લઇ આવી હાથ પર ફટકારતા મહિલાના હાથે ગંભીર ઇજા પહોંચતા ભારે ચકચાર મચી હતી ઈજાગ્રસ્ત મહિલા કર્મીને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી દીધી સફાઈકર્મી પર હુમલાની ઘટનાને પગલે સફાઈ કર્મીઓ તાબડતોડ હોસ્પિટલ પહોંચી હડતાળ પર ઉતરી ગયા હતા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહીત કોર્પોરેટર હોસ્પિટલ દોડી આવ્યા હતા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા શહેરમાં નગરપાલિકાના વોર્ડ.નં-8માં આવેલી રોનક સોસાયટીમાં નિત્યક્રમ મુજબ જયાબેન જયંતીભાઈ રાઠોડ સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે ગુલામનબી પટેલ નામના શખ્સે મહિલા કર્મીને તેના ઘર આગળ સફાઈ કામગીરી અંગે ઝગડો કરી જયાબેન રાઠોડને જાતિ વિષયક અપશબ્દો બોલી મહિલાને બેફામ ગાળો બોલતા મહિલા કર્મીએ ગાળો બોલવાની ના પાડતા શખ્સ વધુ આક્રમક બની ઘરમાંથી ડંડો લઇ આવી મહિલા પર હુમલો કરતા મહિલાએ બચાવ માટે હાથ વચ્ચે લાવી દેતા હાથના ભાગે ફ્રેક્ચર થતા મહિલાએ બુમાબુમ કરતા અન્ય લોકો મદદે દોડી આવી મહિલાને બચાવી લીધી હતી સફાઈ કર્મચારી મહિલા પર હુમલો થતા સફાઈ કર્મીઓ અને વાલ્મિકી સમાજના અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી દીધા હતા ટાઉન પોલીસ સાર્વજનિક હોસ્પિટલ પહોંચી હતી
મોડાસા શહેરની નક્ષબંધ સોસાયટીમાં મહિલા સફાઈ કર્મી પર હુમલાની ઘટનાને પગલે સફાઈ કર્મીઓ વીજળીવેગે હડતાલ પર ઉતરી પડ્યા હતા અને સફાઈ કર્મી પર હુમલો કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવેની માંગ કરી હતી સફાઈકર્મીઓ હડતાલ પર ઉતરી જતા નાગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ સફાઈ કર્મીઓ સાથે વાર્તલાપ કરી મહિલા કર્મી પર હુમલો કરનાર અસામાજીક તત્ત્વ સામે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી ફરજ પર પરત ફરવા માટે સમજાવટ હાથધરી હતી