ગુજરાત સરકાર રમત ગમત ક્ષેત્રમાં યુવા પ્રતિભા બહાર લાવવા કટિબદ્ધ છે ખેલ મહાકુંભ ગુજરાતનાં ખિલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાષ્ટ્રીય કક્ષાની અંડર- 19 ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની ટીમે મહારાષ્ટ્રની ટીમને એક તરફી મુકાબલામાં હરાવી સૌપ્રથમ વાર રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઇતિહાસ રચતા સમગ્ર ટીમ પર અભિનંદન વર્ષા થઇ રહી છે ગુજરાત અંડર-19 ટીમમાં અરવલ્લી જીલ્લાના ત્રણ ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર દેશમાં ગુજરાત સહીત અરવલ્લી જીલ્લાનું નામ રોશન કર્યું છે
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં યોજાયેલ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં અંડર-19માં ગુજરાતની ટીમે ફાઇનલ મેચમાં મહારાષ્ટ્રની ટીમને એક તરફી મેચમાં 3-1થી હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગુજરાત ટેબલ ટેનિસ ટીમે અંડર-19 સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો ગુજરાતની અંડર-19 ટેબલ ટેનિસ ટીમમાં અરવલ્લી જીલ્લાના જન્મેજય પટેલ, અરમાન શેખ અને હર્ષવર્ધન પટેલનો સમાવેશ હોવાથી અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરના ટેબલ ટેનિસ ખેલાડીઓ અને રમતગમત પ્રેમીઓમાં ભારે આનંદ છવાયો હતો ગુજરાત ટીમ અને કોચને અરવલ્લી જીલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન અને રમત ગમત વિકાસ અધિકારી મજહર સુથારે અભિનંદન પાઠવી જીલ્લા માટે ગૌરવભરી ક્ષણ હોવાનું જણાવ્યું હતું