અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અસામાજીક પ્રવૃતિઓ પર કાબુ મેળવવા સતત દોડાદોડી કરી જીલ્લામાં ફૂલીફાલી બદીઓ પર કાબુ મેળવવામાં મહદંશે સફળ રહી છે ઇસરી પોલીસે પંચાલ ત્રણ રસ્તા પરથી સ્વીફ્ટ કારમાં બે બંદૂક સહીત શિકાર કરવાના હથિયાર સાથે ભિલોડાના મેરૂ ગામના ત્રણ યુવાન શિકારીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા સ્વીફ્ટ કારમાં શિકાર કરવા નીકળેલ ત્રણે યુવકો શિકારી ખુદ યહાં શિકાર હો ગયા જેવો ઘાટ સર્જાયો હતો
ઇસરી પીએસઆઇ કિરણ દરજી અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે મેઘરજ તાલુકાના પંચાલ ત્રણ રસ્તા પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા સ્વીફ્ટ કારમાંથી બે દેશી બંદૂક,100 ગ્રામ સીસા ના ધાતુનો સળીયો,20 ગ્રામ ગન પાવડર,તાંબાની ધાતુની ફુલ્લી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે કાર ચાલક 1)દિલીપ કાંતિ કોટડ,2)રવિન્દ્ર કાંતિ કોટડ અને 3)રાજેશ બાબુ ભગોરા (ત્રણે રહે, મેરૂ – ભિલોડા)ને દબોચી લઇ સઘન પૂછપરછ હાથધરતાં ત્રણે યુવકો પ્રાણીનો શિકાર કરવા નીકળ્યા હોવાનું જણાવતા ઈસરી પોલીસે રૂ.2.20 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે યુવકો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા