શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી નવી વસાહતના વતની પ્રવિણભાઈ પારગીને મુંબઈ થાણે ખાતે ભારતીય માનવ અધિકાર વિકાસ પરિષદ તરફથી ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે.તેમને શુભકામનાઓ પાઠવામા આવી રહી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના નવી વસાહત વતની અને આદિવાસી સમાજના એક્ટિવીસ્ટ એવા પ્રવિણભાઈ નાગજીભાઈ પારગીને સામાજીક સેવા અને લોકોના હક અને અધિકાર માટેની સેવા કરવા ભારતીય માનવ અધિકાર વિકાસ પરિષદ બદલ ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડથી સન્માન કરવામા આવ્યુ છે. મુંબઈના થાણે જીસીસી ક્લબ ખાતે યોજાયેલા ભારતીય માનવ વિકાસ પરિષદના 11મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં પ્રવિણભાઈ નાગજીભાઈ પારગીને સન્માન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર સિંહ વાલિયા અને અન્ય પદાધિકારીઓના હસ્તે કરવામા આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવિણભાઈ પારગી આદિવાસી સમાજના આગેવાન અને એક્ટિવીસ્ટ છે. પંચમહાલ અને દાહોદ સહિત અનેક જિલ્લાઓમાં આદિવાસી સમાજના પ્રશ્નો અને તેમના અધિકારોઓ માટે લડત આપે છે.સાથે સાથે તેઓ વિવિધ સામાજીક સંસ્થાઓ સાથેપણ જોડાયેલા છે.જેમા પંચમહાલ આદિવાસી પરિવાર તેમજ બિરસા મુડા ભવન દાહોદના ટ્રસ્ટી પણ છે. તેમને રાષ્ટ્રીયકક્ષાએ સન્માન મળતા આદિવાસી સમાજમા પણ ખુશી વ્યાપી ગઈ હતી.આદિવાસી સમાજ દ્વારા પણ તેમને શુભકામના પાઠવામા આવી રહી છે.