30 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સોના માં ઘટાડો થતા ખરીદ નારાઓ માં ભારે ઉત્સાહ


છેલ્લા કેટલાય સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. જેમાં ભારત સહિત તમામ દેશોના બુલિયન માર્કેટમાં ઉથલપાથલ થઈ છે. આવી સ્થિતિમાં જો યુદ્ધવિરામનો કોઈ રસ્તો નહીં નીકળે તો સામાન્ય લોકોને મોંઘવારીનો મોટા પાયે સામનો કરવો પડશે.જેમાં ભારતીય બુલિયન માર્કેટમાં સોના કે ચાંદીના ભાવ સ્થિર ન હોવાને કારણે ગ્રાહકોમાં ખરીદીને લઈને અસમંજસની સ્થિતિ છે. ત્યારે સોનાના 10 ગ્રામના વાયદાની કિંમત સવારે રૂ. 155 ઘટી રૂ. 51,721 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. જો કે સોનું 51,513 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.

Advertisement

ત્યારે આ અગાઉ, સોનું પણ 51,721 ના ​​દરે ખુલ્યું હતું. જો કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદી બંને ધાતુઓમાં સવારે ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો. ત્યારે એમસીએક્સ પર ચાંદી પણ ઝાંખી થતી જોવા મળી હતી. જો કે મોર્નિંગ એક્સચેન્જમાં ચાંદીનો વાયદો રૂ. 316 ઘટી રૂ. 68,520 પ્રતિ કિલોગ્રામ હતો.

Advertisement

જો કે નોંધપાત્ર વાત એ છે કે માત્ર 20 દિવસમાં સોનાની કિંમતમાં 4,087 રૂપિયા નો મોટો ઘટાડો થયો છે. ત્યારે આજ સમયે, ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે પ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!