અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોડાસા તાલુકા દ્વારા આજરોજ મોડાસા એક પ્રાથમિક શાળામાં કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના સૌ બાળકો વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા કર્તવ્ય બોધ દિનના મુખ્ય વક્તા તરીકે શિવરાજપુરા કંપા ના નરસિંહ દાદા પટેલ ગીતા વિશે પ્રવચન કર્યું અને આપણું કર્તવ્ય આપણે નિભાવવું જોઈએ તે અંગે સરસ વ્યાખ્યાન આપ્યું હતું બાળકો એ વચ્ચે વચ્ચે તાળીઓના ગળગળાટથી તેમના વક્તવ્યને વધાવ્યુ બાળકોને વાલીઓને ઉભા કરી તેમના માતા પિતાને આજથી જ પગે લગાવવાનું અને તેમને માન આપવાનું સન્માન કરવાનું બોધપાઠ શીખવ્યું હતું
રખિયાલ પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પટેલે સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ વિશે તેમના ફોટા બતાવી તેમની આગવી છટાથી બાળકોને આ મહાનુભાવો નો પરિચય કરાવ્યો બાળકો પણ મંત્રમુગ્ધ બની ગયા.શૈક્ષિક મહાસંઘના રાજ્ય પ્રતિનિધિ અને શાળાના આચાર્ય સુનિલ બ્રહ્મભટ્ટે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું મહાનુભાવોનું સ્વાગત શાળાના ઉપ શિક્ષક કનુ દેસાઈએ કરી બાળકોને સૂર્ય અર્થ ચઢાવતી વખતે મંત્ર ગાન પણ કર્યો હતા શાળાના ઉપ શિક્ષક અરવિંદ પરમારે આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો