28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત, રાજ્ય સરકારે કડક તપાસના આદેશ કર્યા


વડોદરા: શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા છે. એક શિક્ષિકાએ કહ્યું હતું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી ફક્ત 10 વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. જેમણે જેકેટ પહેરનારા બચી ગયા હતા જ્યારે અન્ય લોકો મોતને ભેટ્યા હતા.

Advertisement

વડોદરા દુર્ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાના સરકારે આદેશ આપ્યા હતા. આ મામલે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ફરાર થયો હતો જ્યારે મેનેજર સહિત બેની ધરપકડ કરવામાં આવી હતી. હરણી તળાવ ડેવલમેન્ટના કોન્ટ્રાકટર પરેશ શાહે સબ કોન્ટ્રાકટ આપીને શરતોનો ભંગ કર્યો હતો. વડોદરા હોનારતમાં પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતકના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકારે 6 લાખની સહાયની જાહેરાત કરી હતી.

Advertisement

નોંધનીય છે કે 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી. તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે 9ના મોતની આશંકા વ્યક્ત કરી છે. ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે.

Advertisement

ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક અસરગ્રસ્તોને સારવાર મળે અને ઝડપી રેસ્ક્યુ કામગીરી થાય તે માટે તંત્ર ખડેપગે હોવાનું જણાવ્યું હતું, તો બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મોડી રાત્રે વડોદરાની મુલાકાત કરી હતી. તેમણે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી ત્યાારબાદ તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કડક તપાસના આદેશ પણ કર્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!