શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત
સ્વ. ડો. નવીનભાઈ સી. શેઠ સુર સરગમ સંગીત સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં મોડાસા નગરની તમામ સ્કૂલો અને કોલેજોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ ચાર વિભાગ રાખવામાં આવ્યા હતા. જેમાં વિભાગ એ ધોરણ છ થી આઠ, વિભાગ બી ધોરણ નવ થી બાર, વિભાગ સી કોલેજ વિભાગ અને વિભાગ ડી એ ખુલ્લો વિભાગ રાખવામાં આવ્યો હતો. ખુલ્લા વિભાગમાં ઉંમરનો બાધ ન હોવાથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અને આનંદ વ્યક્ત કર્યો હતો.
દરેક વિભાગમાંથી થઈને કુલ 60 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંડળના પ્રમુખ નવીનચંદ્ર આર મોદી, માનદ મંત્રી જયેશભાઈ દોશી તથા ઇવેન્ટના દાતા શ્રીમતી સુવર્ણાબેન શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ મહેન્દ્ર મામા, માનદ મંત્રી આર.પી.શાહ મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર પરેશભાઈ જાની, સંગીતજ્ઞ પ્રદીપભાઈ ખંભોળજા તથા મોડાસાના વર્સેન્ટાઈલ સિંગર હિમાંશુ ભાવસારે સેવાઓ આપી હતી.સ્વર્ગસ્થ ડોક્ટર નવીનભાઈ શેઠ જાણીતા તબિબ હોવા ઉપરાંત સુપ્રસિદ્ધ ગાયક હતા. સંગીત વિષય તરીકે આયુષ્યના છેલ્લા પડાવમાં તેમણે વિશારદની ડીગ્રી મેળવી હતી.સુર સરગમ સંગીત સ્પર્ધા કાર્યક્રમમાં ભગિની સંસ્થાના આચાર્યઓ,નગરની શાળાઓના શિક્ષકો, વાલીઓ તથા પ્રબુદ્ધજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓએ નીચે મુજબ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. મંડળ દ્વારા ભાગલેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને પેન આપવામાં આવ્યા હતા. વિજેતાઓને શીલ્ડ અને સર્ટિફિકેટ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. દરેક વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાને મંડળ ના સ્થાપનાદિન કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.
વિભાગ એ માંથી પ્રથમ -બ્રિશા રાઠોડ સર્વોદય હાઇસ્કુલ
દ્વિતીય-મૈત્રી ભોઈ સંત શ્રી નથુરામ બાપા
તૃતીય-આસ્થા પટેલ,મોડાસા હાઇસ્કુલ
વિભાગ બી માંથી પ્રથમ-સંધ્યા કુશવા સર્વોદય
દ્વિતીય- રિદ્ધિ પટેલ સરસ્વતી વિદ્યાલય
તૃતીય -માનસી યોગી જે બી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ
વિભાગ સી માંથી પ્રથમ-હેત મહેતા બીસીએ કોલેજ
દ્વિતીય-જીનલ ડામોર અક્ષર નર્સીગ કોલેજ
તૃતીય-હેતવી વ્યાસ આર્ટસ કોલેજ
વગેરે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા હતા.