અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલી દેવાયત નગર સોસાયટીમાં થોડા દિવસ અગાઉ ઘરફોડ ગેંગ ત્રાટકી સાત મકાનોના તાળા તોડ્યા હતા જેમાં ત્રણ મકાનમાંથી 16 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ફફડાટ ફેલાયો હતો આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 16.56 લાખની ચોરીનો ગુન્હો નોંધાતા મોડાસા ટાઉન પોલીસ અને જીલ્લા એલસીબી પોલીસે તપાસ હાથધરી હતી જીલ્લા એલસીબી પોલીસે દેવાયત નગરમાં ઘરફોડ ચોરી કરનાર દાહોદની મજુરીયા ગેંગના એક આરોપીને દબોચી લીધો હતો
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસાની દેવાયત નગર સોસાયટીમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ટેકનિકલ સર્વલન્સ અને બાતમીદારો સક્રિય કરતા 16.56 લાખની ચોરી ના ગુન્હામાં દાહોદની ગેંગ સામેલ હોવાની અને મજુર તરીકે કામકાજ કરતી હોવાની અને ગેંગનો સભ્ય સરદાર કાજુ કટારા (રહે,વડવા-ગરબાડા,
જીલ્લો.દાહોદ) મોડાસા બસ સ્ટેન્ડમાં ઉભો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બસ સ્ટેન્ડમાં પહોંચી ઘરફોડ ચોરને કોર્ડન કરી દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ હાથધરી ઘરફોડ ગેંગમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કાર્ય હતા જીલ્લા એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરી ગેંગમાં સંડોવાયેલ આરોપીને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો