બાયડ પોલીસ ટ્રાફિકની ઘોર બેદરકારી સામે આવી રહી છે
બાયડ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થઈ જાય છે. શહેરમાં શહેર ટ્રાફિક પોલીસ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ટ્રાફિક જામનો નાં આવતા છેલ્લા કેટલાક સપ્તાહોથી ટ્રાફિક વધતો જઈ રહ્યો છે.અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં બેફામ થઈ રહેલ વાહન પાર્કિંગને લઈને બાયડના મુખ્ય બજારોમાં આમ જનતાને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સવારે તેમજ સાંજના સુમારે બેફામ વાહન પાર્કિંગ ને લઈને બાય ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે
મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં મુખ્ય બજારોમાં છાસવારે અકસ્માત થઈ રહ્યા છે ત્યારે બાયડ બસ સ્ટેશન નજીક હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
બાયડ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બાયડ પોલીસ ત્રણ ત્રણ ઉચ્ચ કક્ષાના અધિકારી હોવા છતાં પણ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થઈ શકેલ નથી તેવું બાયડના નગરજનો લોકમુકે લોક ચર્ચા કરી રહ્યા છે