ગોધરા
ગોધરા- અમદાવાદ વાવડી ટોલનાકા પાસે એક ઘાયલ થયેલી ગાયને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમે સારવાર કરાવી હતી.તેને પશુપાજરાપોળ ખાતે ખસેડાઈ હતી. આમ કરુણા એમ્બુલન્સ સેવા એક ઘાયલ પશુ માટે મદદગાર નીવડી હતી
પંચમહાલ જીલ્લા નાં ગોધરા તાલુકાનાં ગોધરા અમદાવાદ રોડ પર વાવડી ટોલ ટેક્ષ પાસે એક ગાય નું અજાણ્યા વાહને અડફેટમાં લેતાં એક ગાય નું અકસ્માત થતાં ગંભીર હાલત માં ઘવાઈ હતી રોડ ઉપર જતા એક રાહદારીએ1962નંબર ઉપર જાણ કરતા કરૂણા ગોધરા ટીમ પાઇલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ ડૉક્ટર મલ્હાર ખાંટ ને કોલ મળતા તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં અને તુરંત પશુને જરૂરિયાત પ્રમાણે સારવાર પુરી પાડી હતી અને મોત નાં મુખમાંથી બચાવીલીધી હતી સમયસર સારવાર મળી જતા ગાય નો જીવ બચ્યો હતો અને રાહદારીએ રાહતનો શ્વાસ લીધો હતોસારવાર કર્યા બાદ ઘાયલ પશુને પરવડી પાંજરાપોળ ગોધરા ખાતે ખસેડાઈ હતી. આ કાર્ય માં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થ માં એક ગાય માટે વરદાન રૂપ નિવડી હતી