અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી હાથધરી છે એલસીબીએ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ્લા ગામમાંથી ઘઉંના ખેતરમાં ઘાસ નીચે સંતાડેલ 36 હજારનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો બુટલેગર મુકેશ ઉર્ફે મોન્ટુ કટારા ફરાર થઇ જતા એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં બુટલેગર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા કુલ્લા ગામનો મુકેશ ઉર્ફે મોન્ટુ નારણ કટારા ઘરમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે તાબડતોડ બુટલેગરના ઘરે છાપો મારતા બુટલેગર પોલીસ રેડ જોઈ ફરાર થઇ ગયો હતો એલસીબી પોલીસે બુટલેગરના ઘરમાં તલાસી લેતા ઘરમાં કઈ વાંધાજનક ચીજવસ્તુ મળી ન આવતા બાતમી ચોક્કસ હોવાથી પોલીસે ઘરની આજુબાજુ અને ઘર નજીક ખેતરમાં તપાસ હાથધરતા ઘઉંના વાવેતર વાળા ખેતરની અંદર ઘાસનો ઢગલો જોવા મળતા ઘાસ હટાવતા નીચેથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-264 કીં.રૂ.36620/- નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી