અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક સમયથી નાસતા- ફરતા આરોપીઓને ઝબ્બે કરવા પોલીસતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચાલી રહી છે ઇસરી પોલીસે પોક્સો એક્ટના ગુન્હાના આરોપીને વડથલી ગામ નજીકથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીલ્લા એસઓજી પોલીસે શામળાજી માંથી મોબાઈલ ચોરી કરનાર રાજસ્થાની યુવકને અમદાવાદમાંથી દબોચી લઈ ચોરીનો મોબાઇલ રિકવર કર્યો હતો
ઇસરી પીએસઆઈ કિરણ દરજી અને તેમની ટીમે સગીરાનું અપહરણ કરનાર પોક્સો એક્ટનો આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરાર હોવાથી બાતમીદારો સક્રિય કરતા અપહરણ કરનાર યુવક મોહન મણિલાલ મલાવત (રહે,ફૂટા,છીંકારી- તા.મેઘરજ) વડથલી ગામ તરફથી તેના ઘરે ફૂટા જઈ રહ્યો હોવાની બાતમી મળતા વડથલી ગામ નજીક ઇસરી પોલીસે વોચ ગોઠવી આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જીલ્લા SOG પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલ ચોરી કરનાર રાજસ્થાની યુવક અમદાવાદ બાપુનગરના અરવિંદ એસ્ટેટમાં હોવાનો અને ચોરી કરેલ મોબાઇલ એક્ટિવ કરતા એસઓજી પોલીસ બાપુનગર અરવિંદ એસ્ટેટમાં ત્રાટકી મોબાઈલ ચોર સંજેસ લક્ષ્મણ ખરાડી (રહે,ખોંડિયો ઓવરી,ઉદેપુર-રાજ) ને ઝડપી પાડી ચોરીનો મોબાઈલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી