asd
30 C
Ahmedabad
Wednesday, September 18, 2024

અરવલ્લી : મેઘરજમાં પટેલ મોબાઇલ નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4.68 લાખના મોબાઈલની ચોરી કરી રફુચક્કર


મેઘરજ પોલીસ સહીત લાખ્ખો રૂપિયાની મોબાઈલ તસ્કરી થતા DYSP સહીત ડોગ સ્કોડ ઘટનાસ્થળે

Advertisement

અલગ કંપનીના 31 મોબાઇલની તસ્કરોએ ઉઠાનતરી કરી

Advertisement

અરવલ્લી જિલ્લાના મેઘરજ શનિવારની મધ્યરાતરીએ મેઘરજ ની પટેલ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં તસ્કરો ત્રાટકી મોબાઇલની દુકાનમાં રહેલ અલગ અલગ કંપનીના 31 જેટલા મોબાઇલની કિંમત રૂપિયા રૂ. 4,68,500 ના મોબાઈલ ની ચોરી કરી પલાયન થઈ જતા લાખોની થયેલ ચોરીને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

મેઘરજ ના દોશી પેટ્રોલ પંપ ની સામે આવેલ પટેલ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાનના માલિક મહંમદ રસીદ ગફુરભાઈ પટેલ મોબાઈલ એલઇડી ફ્રીજ અને ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો વેપાર કરે છે શનિવારની સાંજના સમયે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા ત્યારબાદ આબેતા મુજબ તેમના દુકાનમાં નોકરી કરતા એક શખ્સ અને દુકાન માલિક રસીદભાઈ રવિવારની સવારે રાબેતા મુજબ દુકાને આવ્યા હતા અને દુકાન ખોલી અંદર જોતા દુકાનમાં રહેલ મોબાઈલ જોવા ન મળતો દુકાનમાં ચોરી થયા હોવાનું જણાવતા દુકાન માલિકે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસ સ્ટેશનના psi સહીત dysp સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી દુકાનમાં તપાસ હાથ ધરી હતી આ અંગે દુકાન માલિકે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દુકાનમાં રહેલ oppo કંપનીના 14, realme કંપનીના 6,samsung કંપનીના 6,vivo કંપનીના 5 જેની કિંમત રૂ.4,68,500 તેમજ અન્ય 10 થી 15 જેટલા મોબાઇલની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી પલાયન થયા જતા દુકાન માલિક મોહમ્મદ રસીદ ગફુરભાઈ પટેલે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે અજાણ્યા ચોરો સામે ચોરી નો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે ત્રણેક માસ અગાઉ પણ મેઘરજ ની ડબગરવાસ ના પાછળ આવેલ સોસાયટીમાં આવકજ રાતમાં એક શિક્ષકના મકાનમાં, એક હાડવૈદના મકાનમા તેમજ એક શિક્ષકના મકાનમાં તસ્કારો ટ્રાટકયા હતા અને લાકો રૂપાયાન ઘરેણાં સહીત રોકડ રકમની ચોરી કરી પલાયન થ
ય ગયા હતા ત્યારે પણ ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી છતાં આ ઘટનાના અનેક માસ વીતવા છતાં તસ્કારોને પોલીસ પકડી શકી ના હોવાથી પોલીસ ની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે અગાઉ થયેલ ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલવામાં આવે તેવી પ્રજા મા માંગ ઉઠી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!