અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લા પોલીસ તંત્રને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને કડક હાથે દાબી દઈ દાખલારૂપ કામગીરી કરવા સૂચના આપ્યા પછી જીલ્લાનું પોલીસ તંત્ર પણ સાબદું થઈ ગયું છે.
અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં સાઠંબા પોલીસ મથકના પી.એસ.આઇ આર બી રાજપુત અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે સાઠંબાના તીરગર ફળી વિસ્તારમાં એક શખ્સ તેના ઘરે રાખીને વિદેશી દારૂનું ગેરકાયદે વેચાણ કરી રહ્યો છે.
જે બાતમી આધારે સાઠંબાના તીરગર ફળી વિસ્તારમાં હસમુખભાઈ ડાહ્યાભાઈ ચૌહાણના ઘરે સાઠંબા પોલીસે દરોડો કરતાં ઘરના આગળના ભાગમાં આવેલા બાથરૂમમાં છુપાવેલી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ નંગ. 53 જેની કિંમત રૂપિયા 5380/- ની કિંમતનો મુદ્દામાલ ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અરવલ્લીઃ સાઠંબા પોલીસે સાઠંબાના તીરગર ફળી વિસ્તારમાંથી 53 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -