શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલા એક ગેરેજમાં મોડી સાંજે એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગવાની ઘટનામા બાઈકો બળીને ખાખ ગઈ હતી.આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરવામા આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.અને આગ કાબુમાં લીધી હતી.આગ લાગવાનુ કારણ હાલ જાણી શકાયુ નથી.બનાવને લઈને લોકટોળા પણ એકત્રીત થઈ ગયા હતા.
શહેરાનગરના અણિયાદ ચોકડી વિસ્તારમા અને હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પાસે એક ઓટો ગેરેજ આવેલુ છે.આ ગેરેજમાં એકાએક આગ લાગી હતી.જેના લઈને સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી.આગ લાગવાના કારણે ગેરેજમાં રહેલી બાઈકો પણ સળગી ગઈ હતી.અંદાજીત ૧૦ જેટલી બાઈકો બળી ગઈ હોવાની માહિતી મળી છે.આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ગોધરા અને લુણાવાડા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ આવીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.અને થોડા સમયમાં આગને કાબુમાં લીધી હતી.આગ લાગવાની ઘટનાની જાણ નગરમા થતા લોકોના ટોળા પણ ઉમટ્યા હતા. શહેરા પોલીસની ટીમ પણ ઘટવા સ્થળે પહોચી હતી.હાલ આગના બનાવમા કેટલુ નુકશાન થયુ તે જાણી શકાયુ નથી.અને આગ લાગવાનુ સાચું કારણ પણ હાલ જાણી શકાયુ નથી.કારણ હાલ અકબંધ છે.