શહેરા,
પંચમહાલ જીલ્લામાં આવેલા વિવિધ તાલુકાઓમાં અયોધ્યા ખાતે થયેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કાર્યક્રમો યોજાયા હતા. શહેરા ખાતે આવેલા રામજી મંદિર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેરાનગરમાં વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવામા આવ્યા હતા. પરવડી ખાતે આવેલા અંબા માતાજીના મંદિરે પણ આરતી કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
અયોધ્યામા ભગવાન શ્રી રામમંદિરની સ્થાપના ધામધુમથી કરવામા આવી હતી. જેને લઈને સમગ્ર શહેરાનગર પણ રામમય બન્યુ હતુ.શહેરાનગરમાં કેસરીયો માહોલ સર્જાયો હતો. શહેરાનગરમાં નાડા રોડ પર આવેલા રામજીમંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.રામજી મંદિરનો ફુલોથી શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રીરામને ભાવતા ભોજન પણ પીરસાયા હતા. બપોરે મહાઆરતી કરવામા આવી હતી. જેમા મોટી સંખ્યામાં શહેરાનગરમાંથી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા,મંદિર પરિસર જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યુ હતુ. ભાવિકોએ ડી.જેના તાલે ભગવાન શ્રી રામના ગીતો પણ ઝુમ્યા હતા. મહાઆરતીમા શહેરાનગરના અગ્રણીઓ,તેમજ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને વેપારીઓએ ધંધારોજગાર બંધ રાખ્યા હતા. કેટલાક વેપારીઓ લોકોને નાસ્તા વિતરણ પણ કર્યુ હતુ. શહેરાના અંબા માતાજીના મંદિર ખાતે મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામા શહેરાનગરના ભાવિકો જોડાયા હતા. કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે શહેરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શહેરાનગર બન્યુ રામમય,નાડારોડ પર આવેલા રામજી મંદિર ખાતે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -