asd
14 C
Ahmedabad
Monday, December 9, 2024

શામળાજી મંદિર ખાતે ‘રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ની ધામધૂમપૂર્વક ઉજવણી


પૂરા ભારતદેશમાં ‘અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ની શાનદાર ઉજવણી ચાલી રહી છે અને પૂરું વિશ્વ એની તરફ મીટ માંડી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના વિશ્વ વિખ્યાત ભગવાન શામળિયાના ધામમાં ૨૨ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોના યોજાઈ ગયાં છે સ્પ્તધારાની નાત્યધરા અંતર્ગત શામળાજી કેળવણી મંડળની વિવિધ કોલેજો તરફથી આદિવાસી નૃત્ય, ભગવાન શ્રી રાચંદ્રજી, સીતા માતા, ભરત, કૈકેયી, જમ્બુવંત, હનુમાન વગેરે પાત્રોની રમઝટ ઢોલ- નગારાં, કુંડી, લેજીમ સાથે જમાવટ થઈ હતી આતશબાજી ઉપરાંત વિવિધ ભજન મંડળીઓ ઉપસ્થિતિ રહી હતી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમગ્ર આયોજન માટે આર્ટ્સ કોલેજના પ્રિન્સીપાલ ડો અજય કે પટેલ, કોલેજના ટ્રસ્ટી દિલીપભાઇ કટારા, મંદિરના ચેરમેન દિલીપભાઇ ગાંઘી,મંદિરના ટ્રસ્ટી વિપુલભાઈ રાણા, મેનેજર શૈલેષભાઈ શુક્લ, આસી. મેનેજર પ્રદીપભાઈ ભાટિયા , સ્પ્તધારા ઇન્ચાર્જ ડો સમીર આર પટેલ, સાંસ્કૃતિક કમિટીના ડો નીતિન રેંટિયા, ડો ઉર્વશી પટેલ, ડો સંજય પંડ્યા, ઉપરાંત તમાંમ કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ૨૨ જાન્યુ. ના રોજ કોલેજો દ્વારા રંગોળી, વેશભૂષા, આદિવાસી નૃત્ય જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા સાંજે ૧૦૦૦ થી વધુ દિવા પ્રગટાવવામાં આવશે આમ કાર્યક્રમોથી સમગ્ર દિવસ ગુંજી ઊઠશે સમગ્ર વિસ્તારના ભાવિ ભક્તો હાલ આનો લાભ લઈ રહ્યા છે મંદિર ટ્રસ્ટે સહયોગી તમામને ભગવાન શ્રી રાચંદ્રજી અને શામળિયાના ફોટાથી સન્માન્યા હતા સૌ મહેમાનો અને હરિભકતો માટે મહા પ્રસાદની વ્યવસ્થા કરી છે હાલ એક મહાપર્વ જેવો માહોલ સર્જાયેલો જોવા મળે છે વિવિધ મીડિયા પણ અત્રે જીવંત પ્રસારણ રજુ કરી રહ્યાં છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!