ભિલોડા,તા.૨૩
પરમ પુજય સંત શિરોમણી શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ ભૂમિમાં શિક્ષણ, સેવા અને સંસ્કારનું સિંચન કરતી શ્રી નવજીવન વિદ્યાલય, ટોરડામાં ૨૨મી જાન્યુઆરીના રોજ ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા ધ્વારા શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વધામણાં કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યર્થીઓ દ્વારા તેમજ યુવાન અને શિક્ષકગણ દ્રારા પ્રાર્થના, સ્વાગત ગીત, ભજન, ધૂન, હનુમાન ચાલીસા, એકાંકી નાટક, અભિનય ગીત, ડાન્સ, કવીઝ, આરતી ઉપરાંત વિવિધ ઘાર્મિક કાર્યક્રમથી વાતાવરણ રામમય બન્યું હતું.વધામણામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ સહિત ભારત વિકાસ પરિષદ પરિષદ, ભિલોડા શાખાના મંત્રી વસંતભાઈ પટેલ, રામઅવતારજી શર્મા, જગદીશભાઈ પટેલ, નરેશભાઈ પંચાલ સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરડાના મહંત સ્વામીએ શ્રી રામચંદ્રજી નું જીવન ચરિત્ર અને આચારણ સમજાવી આશિર્વચન આપ્યા હતા.ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા પ્રમુખ પ્રણવભાઈ પંચાલે માતા-પિતા માટે સન્માન, ગુરૂ પ્રત્યે આદર, ધૈર્યશાળી વ્યક્તિત્વ, કરૂણાના મૂર્તિ શ્રી મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામજી નું વ્યક્તિત્વ અનેરૂ, અનોખું અને અદ્રિતીય છે.
શ્રી નવજીવન વિદ્યાલય, ટોરડા શાળા સંચાલક મંડળ, ટ્રસ્ટી હર્ષદભાઈ સોનીએ મોંઘેરા મહેમાનોને આવકાર્યા હતા.આચાર્ય પિનાકીન પટેલે આરામ, હેરામ, સુખારામ, રાજારામ, આત્મારામ, સીતારામ, તુકારામ, પરશુરામ, રામદાસ, આલારામ, સેવારામ, મેવારામ ની વિગતે વાત કરી અયોધ્ધાપૂરીમાં તૈયાર થયેલ શ્રી રામ મંદિરની ગાથા ગાઈ હતી.ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રોને પરિષદ દ્વારા અયોધ્યાપુરીની સ્મૃતિ ભેટ આપી હતી.પ્રભુ શ્રી રામના વધામણાનો મહાપ્રસાદ લઈ ને છુટા પડ્યા હતા.